ઓખી વાવાઝોડના કારણે દેશના વિવિધ ભાગોમાં પ્રવર્તતી પરિÂસ્થતિ પર સતત નજર રખાઇ રહી હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું ઓક્ખીના લીધે ઉભી થયેલી પરિÂસ્થતિ પર તેઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. તેમણે તમામ સંબંધિત અધિકારીઓ અને સત્તાવાળાઓ સાથે વાતચીત કરી છે.

કેટલાક ટ્‌વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ તેમના ટ્‌વીટ સંદેશામાં ગુજરાતના કાર્યકર્તાઓને સમગ્ર રાજયભરમાં લોકોને જરૂરી મદદ પૂરી પાડવા પર  ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.