ક્રેકિટમાં શ્રીલંકા સામેની મેચના ૪થા દિવસે ભારતે છેલ્લા સમાચાર પ્રમાણે બે વિકેટે ૧૦૨ રન કર્યા છે.

શ્રીલંકા સામેની દિલ્હી ક્રિકેટ ટેસ્ટમેચમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતે તેના બીજા દાવમાં ૨ વિકેટ ૧૦૦ રન કર્યા છે. ફિરોઝશા કોટલા મેદાન પર રમાઇ રહેલી આ મેચના આજે ચોથા દિવસે શ્રીલંકાએ તેનો ગઇકાલે અધૂરો રહેલો પહેલો દાવ આગળ વધાર્યો હતો. પરંતુ માત્ર ૧૭ રન ઉમેર્યા પછી ગઇકાલે અણનમ રહેલા સુકાની ચાંડીમલ ૧૬૪ રનના વ્યÂક્તગત સ્કોર પર ઇશાન્ત શર્માનો શિકાર બન્યો હતો અને શ્રીલંકાનો પહેલા દાવ ૩૭૩ રને પૂરો કર્યો હતો. આમ ભારતને ૧૬૩ રનની સરસાઇ મળી હતી.

બીજા દાવ લેવા આવેલા ભારતના બે  બેટ્‌સમેન મુરલી વિજય ૯ અને અજીંક્ય રહાણે ૧૦ રન કરીને સસ્તામાં આઉટ થઇ ગયા હતા. જા કે, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાએ વધુ રકાશ અટકાવ્યો હતો. હાલ શિખર ધવન ૩૧ રને અને પૂજારા ૪૦ રને બેટીંગ કરી રહ્યા છે.