ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણીપ્રચાર તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. તમામ રાજનૈતિક પક્ષો મતદાતાઓને રિઝવવામાં કોઈ કસર છોડતાં નથી.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ,  રાજ્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્ય મંંત્રી આનંદીબહેન પટેલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ જારશોરથી પ્રચાર કરી રહ્યાં છે. દરમ્યાન શ્રી અમિત શાહે ઓખી વાવાઝોડાને કારણે રાજુલા, મહુવા અને શિહોરની રેલી રદ કરી છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જનસભાઓને સંબોધશે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી રાજકોટમાં જાહેરસભા સંબોધશે.  સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ રાજકોટ અને જામનગરમાં જાહેર સભા સંબોધવાના છે. પ્રથમ તબક્કાની ચૂંટણી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં યોજાવાની છે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર દિવ્યાંગો , વૃદ્ધો અને અસ્વસ્થ મતદાતાઓ માટે ચૂંટણી પ્રક્રિયા સરળ બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.