જમ્મુ કાશ્મીરમાં કુલગામ જીલ્લામાં કાઝીગુંડ જિલ્લામાં સલામતીદળો સાથેની અથડામણમાં ૩ આતંકવાદીઓ ઠાર કરતા એક જીવતો પડકાયો.

જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લામાં કાઝીગુંડમાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચેની અથડામણમાં ૩ આંતકવાદીઓ ઠાર થયા છે અને એકને જીવતો પકડી લેવાયો છે. સેનાના વર્તુળોએ આકાશવાણીને જણાવ્યું કે, આંતકવાદીઓએ શ્રીનગર જઈ રહેલી સલામતી જવાનોની ટૂકડી પર ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં સલામતી દળોએ સમગ્ર વિસ્તારને દોરી લીધો હતો અને આંતકવાદીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સામસામા – ગોળીબારમાં બે ત્રાસવાદીઓ ઠાર કરાયા હતા, જ્યારે એક સુરક્ષા જવાન પણ શહીદ થયા હતા. અન્ય એક જવાનને ઈજાઓ પહોંચી છે. શોધખોળ દરમિયાન ત્રીજા આંતકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો અને ચોથો આતંકવાદી મૃતદેહ મળી આવ્યો હતો અને ચોથો આતંકવાદી ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.