આંતરરાષ્ટ્રીય ઓલ મ્પક સમિતિ દ્વારા આગામી વર્ષે ઓલ મ્પક શિયાળુ રમતોત્સવમાં ડોપિંગ પ્રોગ્રામના કારણે રશિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પીક સમિતિ આઈઓસીએ આગામી વર્ષના શિળાયુ સ્પર્ધામાં ભાગ લેવા પર રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી સંરક્ષણમાં થયેલા ડોપિંગ કાર્યક્રમ અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અન્ય રશિયન ખેલાડી ઓલÂમ્પક ધ્વજ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

દક્ષિણ કોરિયાના પિયાંગચૈંગમાં યોજાનાર શિયાળુ ઓલÂમ્પક

સ્પર્ધાના પાંસઠ દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય ઓલÂમ્પક સમિતિએ રશિયા પર આ કડક કાર્યવાહી કરી છે.

આ નિર્ણયની જાહેરાત કરતા ઓલÂમ્પક સમિતિના અધ્યક્ષ થોમસ બાચે આરોપ લગાવ્યો છે કે રશિયાએ રમતોની ઈમાનદારી પર હુમલો કર્યો છે.

વિશ્વ ડોપિંગ વિરોધી સંસ્થાનો રીપોર્ટ અને ઓલÂમ્પક સમિતિની બે અન્ય તપાસમાં રશિયાના ખેલાડીઓએ શકિતવર્ધક દવાઓ લીધી હોવાનું બહાર આવ્યું છે અને ર૦૧૪ ના સોચી શિયાળુ ઓલÂમ્પક દરમ્યાન આ કાર્યક્રમ ખુબ અગ્ર સ્થાને રહયો હતો.

તપાસ દરમ્યાન મળેલા પુરાવાથી ખબર પડી કે આ કાર્યમાં સરકારી અધિકારી સહિત રમત-ગમત મંત્રાલયના લોકો પણ સામિલ હતા તથા સરકારી જાસુસોની પણ આ કાર્યમાં મદદ લેવામાં આવી હતી.