ખરાબ હવામાનના કારણે ગઈકાલે ગુજરાતમાં ઘણી ચુંટણી સભા રદ કરાતા આજે ચુંટણી પ્રચાર વેગીલો બનવાની સંભાવના.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી પ્રચાર આજે વેગીલો બને તેવી સંંભાવના છે. ગઈકાલે ઓકખી વાવાઝોડાના પગલે હવામાન ખરાબ હોવાના કારણે ઘણી ચુંટણી સભાઓ રદ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધંધુકા, દાહોદ અને નેત્રંગમાં જનસભાને સંબોધશે. સુરતમાં આજે યોજાનારી ચુંટણી રેલી હવે કાલે યોજાશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, પરસોત્તમ રૂપાલા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના સ્ટાર પ્રચારક આજે જનસભાઓ સંબોધશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ચાર રેલીઓને સંબોધિત કરશે. વિધાનસભા ચુંટણીના પ્રથમ ચરણનો પ્રચાર આવતીકાલે સમાપ્ત થશે અને શનિવારે મતદાન યોજાશે.

અમારા સંવાદદાતા જણાવે છે કે મુકત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે મતદાન કેન્દ્રો પર મતદાતાઓ માટે બધી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.