ભારતીય રીઝર્વ બેંક આજે વર્ષ ર૦૧૭-૧૮ ની પાંચમી દ્વિમાસીક નાણાંનીતિ જાહેર કરશે.

રીઝર્વ બેંક આજે વર્ષ ર૦૧૭-૧૮ માટે પાંચમી દ્વિમાસીક નાણાંકીય નીતીની સમીક્ષાની જાહેરાત કરશે.

રીઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં નાણાંકીય નીતિ સમિતિએ ગઈકાલે બે દિવસીય વિચાર – વિમર્શ શરૂ કર્યા છે. ઘણા તજજ્ઞોનું માનવું છે કે મુખ્ય વ્યાજ દરોમાં ઘટાડો થવાની શકયતા નથી અને રીઝર્વ બેંક મોઘવારીને કાબુમાં રાખવા ઉપર ધ્યાન આપશે.

ઓકટોબરના નાણાંકીય નીતિ સમીક્ષાના મુખ્ય વ્યાજદરોમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી તથા ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃÂધ્ધનો દર ઘટાડીને ૬.૭ ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.