હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડુ ઓકખી ધીમે ધીમે નબળુ પડીને દરિયામાં વખેરાયુ અને સુરત નજીકના દરિયાકાંઠે સંકટ ટળ્યું. વહીવટીતંત્ર દ્વારા અગમચેતીપુર્વક સાવચેતીના તમામ પગલાં લેવાયા.

ઓકખી વાવાઝોડુ ધીરે ધીરે નબળુ પડયું છે અને હવે સુરતને અસર નહી થાય. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રાત્રે જ જણાવવામાં આવ્યું હતું કે વાવાઝોડુ ઓકખી પહેલેથી જ નબળુ પડી ગયું છે અને દક્ષિણ ગુજરાત પર થોડી ઘણી અસર થશે.

હવામાન વિભાગે આગહી કરી છે કે છેલ્લા છ કલાક દરમ્યાન અરબી સમુદ્રમાં પુર્વ-મધ્યમાં દબાણ સર્જાયું હતું જે ૧૮ કિલોમીટરની ગતિથી ઉત્તર –પુર્વની બાજુ વધી રહયું છે. અમદાવાદમાં હવામાન વિભાગના નિદેશક જયંત સરકારે જણાવ્યું હતું કે પ્રતીકુળ પર્યાવરણ, ઉંચાઈએ પવનની તેજ ગતિ અને કાંઠાની નજીક ઠંડા સમુદ્રી વાતાવરણના કારણે ઓકખી વાવાઝોડુ નબળુ પડયું હતું.

આ દરમ્યાન સમુદ્રમાં ઉંચા મોજા ઉછળશે અને માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે, દરિયા ના ખેડે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાની બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. માછીમારોને દરિયો ન ખેડવા તથા કાંઠાના પ્રદેશોમાં  સમુદ્રના ઊંચા મોજાં ઉછળી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓખી વાવાઝોડાના કારણે દેશના અનેક ભાગોમાં સર્જાયેલી પરિÂસ્થતિ પર દેખરેખ રાખતાં બધા જ સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્‌વીટ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે.