અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલની રાજધાની તરીકે યેરૂસલેમને માન્યતા આપી. અમેરિકાની એલચી કચેરી ત્યાં ખસેડવાની જાહેરાત કરી. વિશ્વના નેતાઓએ આ નિર્ણયથી શાંતિના પ્રયાસો ખોરવવાની ભીતી વ્યક્ત કરી. શ્રી ટ્રમ્પને તેમની નિર્ણય અંગે ફીર વિચારવા વિનંતી કરી.

 

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પાટનગર તરીકે યેરૂસલેમને માન્તયા આપી છે અને તેલ અવીવ ખાતેની અમેરીકી એલચી કચેરીને યેરૂસલેમ ખસેડવાની જાહેરાત કરી છે. ગઈરાત્રે વ્હાઈટ હાઉસથી કરેલા સંબોધનમાં શ્રી ટ્રમ્પે કહયું હતું કે ઘણા સમયથી નિર્ણય બાકી હતો. તેમણે વિદેશ વિભાગને યેરૂસલેમમાં અમેરીકાની નવી એલચી કચેરીનું બાંધકામ તત્કાળ શરૂ કરવાની સુચના પણ આપી હતી.

શ્રી ટ્રમ્પે ઈઝરાયેલપેલેસ્ટાઈન સંઘર્ષનો ઉકેલ લાવવાની અમેરીકાની વચનબદ્ધતા દોહરાવી હતી. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાનયાહુએ અમેરીકાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે નિર્ણયને ઐતિહાસિક હિંમતપુર્વકનો અને ન્યાયપુર્ણ ગણાવ્યો હતો. જા કે વિશ્વના અન્ય નેતાઓએ શ્રી ટ્રમ્પને તેમના નિર્ણય અંગે ફેર વિચારણા કરવાની વિનંતી કરી છે. તેમણે ચેતવણી પણ આપી છે કે નીર્ણયથી ઈઝરાયેલ પ્રદેશમાં અને તેની બહારના પ્રદેશોમાં પણ શાંતિના પ્રયાસો ખોરવાશે અને અશાંતિ ઉભી થશે.

અમેરીકન રાષ્ટ્રપતિના નિર્ણય સામે નારાજી વ્યકત કરતાં રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિએ ગુટેરેએ કહયું હતું પવિત્ર શહેર યેરૂસલેમ વિવાદનો છેલ્લા તબકકાનો નિર્ણય છે અને તે સીધી વાટાઘાટોથી ઉકેલવો જાઈએ. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમ્મદ અબ્બાસે કહયું હતું કે નિર્ણય ઈઝરાયેલપેલેસ્ટાઈન શાંતિ પ્રક્રિયાને દાયકા સુધી પ્રોત્સાહન આપવાની અમેરીકાની ભુમિકા છોડી દેવા સમાન છે. ટર્કીના વિદેશમંત્રી મેવલુત કાવુસોગ્લુએ નિર્ણયો બેજવાબદારી પુર્ણ ગણાવ્યો હતો. જયારે સાઉદી અરેબીયાના રાજવી સલમાને શ્રી ટ્રમ્પને ફોન કરીને જણાવ્યું હતું કે નિર્ણયથી શાંતિ પ્રક્રિયા જાખમાશે. ઈજીપ્ત, જાર્ડન, ઈરાન અને કતારે પણ અમેરીકાના નિર્ણય પ્રત્યે નારાજી વ્યકત કરી છે.

યુરોપીય સંઘ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોન, બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે, ચીન અને રશિયાએ પણ શ્રી ટ્રમ્પના નિર્ણયથી અશાંતિ વધવાની દહેશત વ્યકત કરી છે. તેમણે વિવાદ વાટાઘાટોથી ઉકેલવાની જરૂર જણાવી છે.