આતંકવાદીઓને સલામત આશરો આપતું હોવાનો પાકિસ્તાનનો ઈન્કાર

પાકિસ્તાનમાંથી ત્રાસવાદ અને ત્રાસવાદીઓનાં સલામત ઠેકાણાં નાબૂદ કરવા માટે ટ્રમ્પ વહિવટીતંત્રનું પાકિસ્તાન પરનું દબાણ પાકિસ્તાન માટેની તેની વિદેશ નીતિમાં સારું એવું વ્યક્ત થાય છે. અમેરિકાના સંરક્ષણમંત્રી જેમ્સ મેટ્ટીસે તેમની તાજેતરની પાકિસ્તાનની પહેલી મુલાકાત વખતે ફરી ભારપૂર્વક કહી દીધું હતું કે, પાકિસ્તાનની અંદર રહીને  પ્રવૃત્તિઓ કરી રહેલા ત્રાસવાદીઓને ડામવાના પ્રયાસો બમણા કરવા જાઈએ. અમેરિકી સંરક્ષણ મંત્રીએ તો પાકિસ્તાનને તેના પાડોશી દેશોમાં શાંતિ અને Âસ્થરતા સ્થાપવામાં હકારાત્મક ભૂમિકા ભજવવાનું પણ કહ્યું હતું.

અફઘાનિસ્તાન અંગેની ટ્રમ્પ નીતિની જાહેરાતમાં  તો અમેરિકા કેટલીયે વાર  ત્રાસવાદને કડક હાથે અંકુશમાં લેવાની બાબતમાં પાકિસ્તાનને આડે હાથ લીધું છે. અમેરિકાની નીતિ ઘડનારાઓને હવે સમજાઈ ચૂક્યું છે કે, ૧૬ વર્ષથી યુદ્ધથી ખેદાનમેદાન અફઘાનિસ્તાનમાં Âસ્થરતા તો સ્થપાઈ શકે છે, જા પાકિસ્તાન અફઘાની ઉગ્રવાદીઓને આશરો આપવાનું બંધ કરશે.

પાકિસ્તાનામાંના આંતકવાદીઓ ખાસ નિર્ધારીત નહીં એવી સરહદે પાર કરીને અમેરિકી થાણાઓ પર અને અફઘાન સરકાર પર હુમલો કરતાં રહે છે તેનો ઈન્કાર કરી શકાય તેમ નથી. આંતકવાદીઓ અફઘાનિસ્તાનમાં હુમલો કરીને પાકિસ્તાનની સરહદમાં આવી જાય છે, અને ત્યાં અનેક સ્થળે તેમને રક્ષણ મળી રહે છે.  અગાઉ અફઘાનિસ્તાનમાં અમેરિકાના ટોચના કમાન્ડર જનરલ જ્હોન નિકોલ્સને પણ ખૂલ્લેઆમ કહ્યું હતું કે, આંતકવાદી સંગઠનોને પાકિસ્તાન તરફથી અપાતા ટેકામાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાનની ધરતી પર પોષાતા તાલીબાન અને હક્કાની નેટવર્ક જેવા પ્રતિબંધિત સંગઠનોને પાકિસ્તાન દ્વારા અપાતા દેખીતા ટેકાથી ટ્રમ્પ સરકારની તેના પર નારાજી પણ દેખીતી છો.

બીજી તરફ પાકિસ્તાન પણ હક્કાની નેટવર્ક અને અફઘાનિસ્તાનની સરહદ નજીકના વિસ્તારોમાં સક્રિય આંતકવાદી જૂથોને નાબૂદ કરવા ૨૦૧૪થી પ્રયાસો કરતું હોવાનું દર્શાવીને પોતે આંતકવાદીઓને સલામત આશરો આપતું હોવાનો સતત ઈન્કાર કરી રહ્યું છે. તેમ છતાં સંરક્ષણમંત્રી મેટ્ટીસે તો સ્પષ્ટ કહ્યું હતું કે, ત્રાસવાદને નાબૂદ કરવાના પગલાં અંગે બીજાને વિશ્વાસ ઉભો થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે.

શ્રી મેટ્ટીસનું નિવેદન અમેરિકાના આગ્રહને વ્યક્ત કરે છે કે, પાકિસ્તાન તેની સરહદની અંદરના આતંકવાદ અને ઉગ્રવાદી જૂથોને ઝેર કરવા પૂરતો પ્રયાસો કરતું નથી. અહીં યાદ અપાવવું જરૂરી છે કે, અમેરિકાએ તાજેતરમાં પાકિસ્તાનને પણ કહ્યું છે કે, ૨૬૧૧ના મુંબઈ હુમલાના સૂત્રધાર હાફીઝ સઈદ સામે તત્કાળ આરોપનામું ઘડવામાં નહીં આવે તો પરિણામો ભોગવવા પડશે, પરંતુ પાકિસ્તાન પર તેની અસર થઈ હોય એવું જણાતું નથી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ સંરક્ષણમંત્રી મેટ્ટીસ સાથેની બેઠક બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આંતકવાદીઓને કોઈ આશરો અપાતો નથી, તે ખુદ આતંકવાદ સામે લડી રહ્યું છેએટલે નોંધવું જાઈએ કે, ટ્રમ્પ દ્વારા અફઘાન વ્યૂહરચના જાહેર થયા પછી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ ખરાબ થઈ ગયા છે.

અમેરિકાના કડક શબ્દોએ પાકિસ્તાન વધુ ગુસ્સે ભરાયું અને તેના લશ્કરે તો બધો ખોટો પ્રચાર પાકિસ્તાનને Âસ્થર કરવા કરાઈ રહ્યો હોવાનો જવાબ આપ્યો હતો.

આતંકવાદી સંગઠનો સાથે જાડાયેલા સંખ્યાબંધ રાજકીય પક્ષો પાકિસ્તાનમાં ઝડપથી પ્રસરી રહ્યા છે. અમેરિકા પણ જેને મુંબઈ પરના હુમલા માટે જવાબદાર માને છે તે ભારત વિરોધી લશ્કરે તોઈબાના રાજકીય મોરચા તરીકે ઉભરી રહેલાં સંગઠન જમાતઉદદાવાએ આગામી ચૂંટણી લડલા મિલી મુÂસ્લમ લીગ નામના રાજકીય પક્ષની રચના કરી છે. પાકિસ્તાન ગમે તેટલો ઇન્કાર કરે, પરંતુ આતંકવાદી સંગઠનોના પાકિસ્તાનમાં ઊંડા મૂળ છે અને તેમને નાબૂદ કરવામાં નહીં આવે તો એક દિવસ પાકિસ્તાનનું Âસ્તત્વ પણ જાખમાશે એવી શંકા અસ્થાને નથી.

લેખકઃ  ડાpક્ટર ઝૈનાબ અખ્તર