ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે.

રાજ્ય વિધાનસભાની નવમી ડિસેમ્બરે યોજાનારી ૮૯ બેઠકોની ચૂંટણી માટેના જાહેર પ્રચાર આજે  સાંજે પૂરો થશે. પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની  ૮૯ બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ૮૯ બેઠકો પર ૯૭૭ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે. જેમાં ભાજપ પાર્ટીએ ૮૯ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે ૮૭ ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના ૬૪ અને એનસીપીએ ૩૦ ઉમેદવારો ઉભા રાખ્યાં છે.

બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકોની ૧૪મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં ૮૫૧ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છેબીજા તબક્કાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  ૯૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ ૯૧, બહુજન સમાજ પાર્ટીએ ૭૫ અને એનસીપીએ ૨૮ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.