સરકાર નાણાકીય સંસ્થાઓ અને થાપણદારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવા વચનબદ્ધ હોવાનું નાણામંત્રીએ ખાતરી આપી.

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે, સરકાર પ્રસ્તૃત નાણાંકીય સંકલ્પ  અને જમા વિમા વિધેયક૨૦૧૭ના માધ્યમથી નાણાંકીય  સંસ્થાઓ તથા જમાકર્તાઓના લાભની પૂરી રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

એક ટ્‌વીટમાં શ્રી જેટલીએ કહ્યું કે, વિધેયક સંસદની Âસ્થર સમિતિની પાસે પેન્ડિંગ છે અને કેન્દ્ર વિધેયકના હેતુઓ માટે સંકલ્પબદ્ધ છે. તેમનું નિવેદન બેન્કોમાં જમા રકમની સુરક્ષાની શંકાઓ માટે છે.

આર્થિક બાબતોના સચિવ  એસ.સી. ગર્ગએ એક ટ્‌વીટમાં કહ્યું કે, પ્રસ્તુત વિધેયકનો ઉદ્દેશ્ય જમાકર્તાઓના અધિકારોના રક્ષણ કરવાનો છે. તેમણે કહ્યું કે, વિધેયકથી તેમના અધિકાર ઓછા નહીં થાય પરંતુ કેટલીક રીતે તે વધશે.

તેમણે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના જમાકર્તાઓ માટે પ્રથમ ગેરંટી સરકારી છે અને તેની પર કોઈ અસર પડશે નહીં.