પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નીતિપંચની બેઠકમાં અગ્રણી અર્થશા†ીઓ અને નિષ્ણાંતો સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નીતિ પંચ ખાતે અગ્રણી નીતિ શા†ીઓ અને નિષ્ણાંતો સાથે ચર્ચા બેઠક યોજશે. આર્થિક નીતિ અંગે ચર્ચા વિચારણા અને નીતિપંચ દ્વારા આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી દ્વારા નુતન ભારતની સંકલ્પના સંદર્ભમાં નિષ્ણાંતોના અભિપ્રાય મેળવવામાં આવશે તેમાં બૃહદ આર્થિક સંતુલન, કૃષિ અને ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, માળખાકીય બાબતો અને આરોગ્ય અને શિક્ષણ જેવા મુદૃઓ પર વિશદ વિચારણા થશે. નાણાંમંત્રીશ્રી અરૂણ જેટલી, માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતીન ગડકરી, કૃષિ મંત્રીશ્રી રાધા મોહનસિંહ, આયોજન રાજયમંત્રીશ્રી ઈન્દ્રજીત સીંઘ રાવ તથા નીતિપંચના ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યો, સીઈઓ વગેરે તેમાં હાજરી આપશે.