દેશની ૨૦૨૧ની વસ્તી ગણતરીની પ્રક્રિયા આ વર્ષથી શરૂ કરાશે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે જાહેર કર્યું છે કે,  ૨૦૨૧ની વસ્તી ગણતરીની કામગીરીનો આ વર્ષથી આરંભ થશે અને સમગ્ર એકસો ત્રીસ કરોડ લોકોને આવરી લેવાશે. નવી દિલ્હીમાં ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં  આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમાં સમગ્ર કવાયત સાથે સંકળાયેલા લોકોને આવરી લેતી ચર્ચા – વિચારણા કરવામાં આવી. છેલ્લી ૨૦૧૧માં વસતીગણતરી થઈ હતી. બેઠકમાં ગૃહસચિવ શ્રી રાજીવ ગૌબા સહિત અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા.