પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અર્થશા†ીઓ સાથે બેઠક યોજી, ખેડૂતોની આવક બે ગણી કરવાના ઉપાયો વિચારવામાં આવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી અર્થશા†ીઓ અને નિષ્ણાતો સાથે ખેડૂતોની આવક બમણી કરવાના ઉપાયો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા – વિચારણા કરી હતી. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં નીતિ પંચમાં થયેલી બેઠકમાં ૪૦થી વધુ અર્થશા†ીઓ અને  નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ ચર્ચાનો વિષય હતો આર્થિક નીતિ અને ભવિષ્યની સંભાવનાઓ.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું કે, સત્ર દરમિયાન અર્થશા†ીઓ અને નિષ્ણાતોએ દીર્ધ અર્થવ્યવસ્થા કૃષિ અને ગ્રામીણ વિકાસ, માળખાગત વિકાસ અને સંપર્ક જેવા વિભિન્ન મુદ્દા પર વિચારોનું આદાન – પ્રદાન કર્યું હતું. શ્રી રાજીવકુમારે જણાવ્યું કે, નિષ્ણાતોએ કૃષિ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ઉત્પાદકતામાં વધારો કરવા જેવા પ્રેરક સૂચનો દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ખાસ સમર્થન કર્યું હતું.