વિજય માલ્યાને ભારત પાછા મોકલવા અંગેના કેસમાં આજે લંડનની અદાલતમાં સુનાવણી થશે.

વિજય માલ્યાને ભારતને સોંપવાના કેસમાં આજે બ્રિટનની અદાલતમાં તેઓ હાજર રહેશે. ગેરકાયદેસર નાણાં વ્યવહારમાં નવ કરોડ  રૂપિયાની ગેરરિતીના આરોપ તેમની ઉપર છે.  તેઓ લંડનની વેસ્ટ મીનસ્ટર કોર્ટમાં હાજર રહેશે અને આજે તેની છેલ્લી સુનાવણી છે. ભારત સરકારે તેની વિરુદ્ધ પૂરાવાઓ રજૂ કર્યા છે. ભારત સરકાર વતી બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ રજૂઆત કરી રહી છે.