હાલની રાજકીય પરિ સ્થતિની ચર્ચા કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમીત શાહ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટી મહામંત્રીઓ સાથે બેઠક યોજશે. બેઠકમાં હાલની રાજકીય પરિÂસ્થતિ પર વિચાર – વિમર્શ થાય તેવી સંભાવના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી કર્ણાટક વિધાનસભાના ચૂંટણી સહિત અન્ય વિધાનસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા કમર કસી રહી છે અને સરકાર પોતાનું અંતિમ પૂર્ણ અંદાજપત્ર  રજૂ કરવાની તૈયારીમાં છે.

ભારતી જનતા પાર્ટી ત્રિપુરા, મેઘાલયની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં જાડાઈ છે. આ બંને રાજ્યોમાં આવતા મહિને ચૂંટણી થઈ શકે છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી મે મહિનામાં કરાય તેવી સંભાવના છે.