ગૃહમંત્રાલયે નીતીઆયોગમાં પોતાની રજૂઆત કરતાં જણાવ્યું છે કે, નક્સલવાદ અંતર્ગત થયેલી હિંસા અને તેમાં થયેલી મોતની ઘટનાઓમાં ૨૦૧૦ પછી ઉત્તરોત્તર ઘટાડો જાવા મળી રહ્યો છે.

ગૃહમંત્રાલયે નીતીઆયોગમાં પોતાની રજૂઆત કરતાં જણાવ્યું છે કે, નક્સલવાદ અંતર્ગત થયેલી હિંસા અને તેમાં થયેલી મોતની ઘટનાઓમાં ૨૦૧૦ પછી ઉત્તરોત્તર ઘટાડો જાવા મળી રહ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં નક્સલ હિંસાની ૨૨૧૩ ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં ૧૦૦૫ લોકોના મૃત્યુ થયા હતા. ૨૦૧૭માં આ ઘટનાઓ ઘટીને ૮૫૧ થઈ છે. જેમાં ૨૨૫ લોકોનું મૃત્યુ થયું છે.

મંત્રાલયે બહાર પાડેલા આંકડાઓ અનુસાર ડાબેરી ક્ટરપંથની અસર ૧૦ રાજ્યોના ૧૦૬ જિલ્લાઓમાં જાવા મળી રહી છે. જેમાંના ૩૫ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. આંકડા અનુસાર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જિલ્લાઓ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જાવા મળ્યા હતા.

ગૃહમંત્રાલયે આ આંકડાઓ જુદા જુદા મંત્રાલયો પાસેથી પ્રાપ્ત કર્યા છે અને આ જિલ્લાઓમાં લાગેલ મોબાઇલ ટાવરો, મોબાઇલ કનેક્ટીવીટી અને બીજી કેટલીક યોજનાઓ સુર્લભ બનાવી છે.