પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઇડા ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વીડિયો કોન્ફરન્સીના માધ્યમથી ઉદ્‌ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઇડા ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વીડિયો કોન્ફરન્સીના માધ્યમથી ઉદ્‌ઘાટન કરશે.

પાંચ દિવસ ચાલનારો આ મહોત્સવ દેશના યુવાનોને એકબીજાની સંસ્કૃતિ જાણવાનું મહત્વનું માધ્યમ બની રહેશે.

આ મહોત્સવમાં યુવાઓ તેમની વિવિધ પ્રવૃત્તિઓ અને તેમની પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરી શકશે. સંકલ્પથી સિદ્ધિની થીમ ઉપર યોજાયેલા આ યુવા મહોત્સવના માધ્યમથી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા યુવાનો પોતાની પ્રતિબદ્ધતા દર્શાવશે.

નવા ભારતના નિર્માણમાં યુવાનોના વિચારો એક મંચ પરથી રજૂ થતાં જાવા મળશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને અનુલક્ષીને રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવના માધ્યમથી વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ એક મંચ ઉપર પોતાની કલા અને સંસ્કૃતિના માધ્યમથી જાણે કંઈક એક મીની ભારતનું નિર્માણ કરશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ યોજનાઓથી યુવાનો અવગત થાય અને પોતે પણ આ યોજનાઓના સુચારુ અમલીકરણમાં ભાગ લે તેવો છે.

નેશનલ સર્વિસ સ્કીમ અને નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના સમગ્ર દેશના સ્વયંયમ સેવકો તથા સ્થાનિક વિદ્યાર્થીઓ મળીને લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

ઉદ્‌ઘાટન સમારોહમાં નેશનલ યુથ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં સહઅધ્યક્ષ પદે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રમતગમત બાબતોના મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ ઉપસ્થિત રહેશે. સાંસ્કૃતિક મંત્રી ડો.મહેશ શર્મા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.