ભારતે પોતાની નેબરહુડ ફર્સ્ટ નીતી અર્તગત માલદીવ સાથેના સંબંધો મજબૂત બનાવવા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ભારતે પોતાની નેબરહુડ ફર્સ્ટ નીતી અર્તગત માલદીવ સાથેના સંબંધો મજબૂત બનાવવા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે માલદીવના રાષ્ટ્રપતિના દૂત અને વિદેશમંત્રી ડો.મહમ્મદ અસીમ સાથે નવી દિલ્હીમાં ગઇકાલે મુલાકાત કરી હતી. બંને પક્ષોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ક્ષેત્રોમાં ખાસ કરીને સંરક્ષણનો સમાવેશ થાય છે.

ડો.મહમ્મદ અસીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.

માલદીવની ઇન્ડિયા ફર્સ્ટ પોલીસ હેઠળ તેઓએ ભારત સાથેના સંબંધો સુદૃઢ બનાવવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને આશ્વસ્ત કર્યા હતા કે, માલદીવના વિકાસ અને સંરક્ષણ માટે ભારત તમામ પ્રકારની સહાય કરવા હરહંમેશ તૈયાર છે.