મણીપુરમાં વર્ષ ર૦૧પમાં ચંદેલ જીલ્લામાં સેના ઉપર કરાયેલા હુમલાના કેસમાં મણીપુર પોલીસના સહયોગથી રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નાસતા ફરતાં આરોપી નાઓરેમ પ્રેમકાંત સિંહની ધરપકડ કરી છે.

મણીપુરમાં વર્ષ ર૦૧પમાં ચંદેલ જીલ્લામાં સેના ઉપર કરાયેલા હુમલાના કેસમાં મણીપુર પોલીસના સહયોગથી રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નાસતા ફરતાં આરોપી નાઓરેમ પ્રેમકાંત સિંહની ધરપકડ કરી છે. આ હુમલામાં અઢાર જવાનો શહીદ થયા હતા. એનઆઈએ એ જણાવ્યું છે કે નાઓરેમ પ્રેમકાંત સિંહ પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. તેના ઉપર બે લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.