રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે લોહરી, મકરસંક્રાંતી અને પોંગલના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે લોહરી, મકરસંક્રાંતી અને પોંગલના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આજે લોહરી ઉજવાઈ રહી છે, જયારે મકરસંક્રાંતી અને પોંગલ આવતીકાલે ઉજવવામાં આવશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે લોકો સાથે મળીને આ તહેવારો ઉજવે છે. આ તહેવારો પાક સારો પાકે તેવી આશા સાથે જાડાયેલા છે અને લાખો ખેડુતોની મહેનતના સુખદ પરીણામને આ રીતે સમગ્ર દેશ ઉજવે છે. તેમણે આશા વ્યકત કરી કે આ તહેવાર સર્વે લોકો માટે ઉલ્લાસ, સ્વાસ્થ્ય અને ખુશીઓ લઈને આવશે.