લશ્કરના વડા જનરલ બીપીન રાવતે જણાવ્યું છે કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ખૂબ ઝડપથી હોટલાઈન સંપર્ક સ્થાપિત કરવામાં આવશે.

લશ્કરના વડા જનરલ બીપીન રાવતે જણાવ્યું છે કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ખૂબ ઝડપથી હોટલાઈન સંપર્ક સ્થાપિત કરવામાં આવશે.

ગઇકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, બંને દેશની એવી ઇચ્છા છે કે ભારતીય સેનાના સૈન્યપરિચાલન અને ચીનના અધિકારી વચ્ચે હોટલાઇન સંપર્ક હોવો જાઈએ.

સેના અધ્યક્ષે જણાવ્યું હતું કે, હોટલાઇન સ્થાપિત થઈ જવાથી સરહદ પર થતી ઘૂષણખોરીની ઘટનાઓને કાબૂમાં લેવા મદદ મળશે. હાલના સમયમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય પ્રચાલન મહાનિદેશકો વચ્ચે હોટલાઈન સંપર્ક સુવિધા ચાલુ છે.