વિશ્વ બેન્કે ભારતના વિકાસ સંભાવનાઓમાં ફરીથી વ્યક્ત કરેલો વિશ્વાસ

ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – એનડીએ સરકાર જ્યારે વિકાસના વેગને વધુ ગતિ આપવા સુધારાઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે વિશ્વ બેન્ક દ્વારા ભારતીય અર્થતંત્રની Âસ્થતિ સ્થાપક્તામાં પુનઃ વ્યક્ત કરેલા વિશ્વાસથી ૨૦૧૮માં દેશનો વિકાસ દર ૭.૩ ટકા અને આવનારા બે વર્ષોમાં ૭.૫ ટકા અંદાજવામાં આવ્યો છે.

ભારતીય અર્થતંત્રની સ્વભાવગત શÂક્તઓની પ્રશંસા કરતા વિશ્વબેન્કે હાલમાં બહાર પાડેલા તેના ૨૦૧૮ની વૈશ્વિક અર્થતંત્રની સંભાવનાઓમાં સકારાત્મક રીતે નોંધ્યું છે કે વ્યાપક સુધારાઓ લાવી રહેલી મહત્વાકાંક્ષી સરકારને કારણે અન્ય ઉભરતા અર્થતંત્રની સરખામણીએ ભારતના વિકાસની બહોળી સંભાવનાઓ છે.

વર્ષ ૨૦૧૮-૧૯ માં વિશ્વ બેન્કે ભારતના કુલ ઘરેલું ઉત્પાદનનો અંદાજ ૭.૩ ટકા આંક્યા બાદ ફરી એકવાર  ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવવા તૈયાર છે.

વિશ્વ બેન્કના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટસના નિયામક અયહાન કોસે જણાવ્યું છે કે, આવનારા દશકમાં એવી પૂરેપૂરી શક્યતા છે કે અન્ય મોટા વેપાર અર્થતંત્રની સરખામણીમાં ભારત ઊંચો વિકાસ દર હાંસલ કરશે. તેનું કેન્દ્ર બિન્દુ ટૂંકાગાળાના આંકડાઓ ઉપર ના હોવું જાઈએ.વિશ્વ બેન્ક ભારત માટે મોટા ફલકને જાઈ રહ્યું છે જે દર્શાવે છે કે, ભારતમાં અપાર ક્ષમતા છે.

ખરેખર તો સંયુક્ત રાષ્ટ્રોએ પણ તાજેતરમાં તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ૨૦૧૮માં ૭.૨ ટકાના દરે અને ૨૦૧૯માં ૭.૪ ટકાના દરે વિકાસ કરશે તેવી આશા છે. જાકે આ આંકડો સરકારના ૨૦૧૭-૧૮ના આઠ ટકાની અપેક્ષા કરતાં ઓછા છે. પરંતુ તેનાથી ભારતને ચીન પાસેથી સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્રનું બિરુદ જીતવામાં મદદ મળશે.

વર્ષ ૨૦૧૬માં ભારત ૭.૩ ટકાએ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ચીનથી આગળ નીકળી ગયું હતું અને નબળા વૈશ્વિક અર્થતંત્રમાં એકમાત્ર ચમકતા તારા તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું.

જુલાઈ સપ્ટેમ્બર ૨૦૧૭ના ત્રિમાસીક ગાળાના જીડીપી આંકડા બતાવે છે કે, ભારત ફરી બેઠું થયું છે અને ૬.૩ ટકા જીડીપી વિકાસ દર નોંધાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલના એક મથાળામાં એવું કહેવાયું છે કે, વર્ષ ૨૦૧૮ની વિશ્વની Âસ્થતિ અને સંભાવનાઓમાં ભારતનો દૃષ્ટિકોણ વ્યાપકપણે હકારાત્મક છે. ખાનગી વપરાશ તથા રોકાણ સાથે સાથે જે માળખાકીય સુધારાઓ ભારત અપનાવી રહ્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

ભારતીય અર્થવ્યવસ્થાની Âસ્થતિ સ્થાપકતા અંગેના સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલના પ્રતિધ્વની સ્વરૂપે વિશ્વ બેન્કે પણ આ બાબતમાં ટાપસી પુરાવી છે.

માત્ર વિશ્વ બેન્ક અને સંયુક્ત રાષ્ટ્રો જ નહીં પરંતુ જુદી જુદી નાણાંકીય સેવાઓ આપતી કંપનીઓએ પણ ભારતના મજબૂત અર્થતંત્રની આગાહી કરી છે. તેમનું માનવું છે કે, ભારતનો જીડીપી દર આગામી વર્ષોમાં ટોચ ઉપર રહેશે. આગળ પડતી નાણાંકીય સેવા પેઢી મોર્ગન સ્ટેનલીએ અંદાજ મુક્યો છે કે, ભારતનો જીડીપી આ વર્ષે ૬.૪ ટકા રહેશે. ૨૦૧૮ના નાણાંકીય વર્ષમાં તે ૭.૫ ટકાએ પહોંચશે. જ્યારે ૨૦૧૯માં જીડીપી ૭.૭ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અમેરિકન બેઝ ક્રેડિટ રેટીંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટ સર્વિસે પણ આ બાબતે પોતાનો સૂર વ્યક્ત કરતાં ભારતનો જીડીપી દર ઉત્તરોત્તર વધીને આગામી ચાર વર્ષમાં આઠ ટકાની આસપાસ પહોંચશે તેવી સંભાવના દર્શાવી છે.

મૂડીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં જીડીપી ૭.૫ ટકા જ્યારે ૨૦૧૮-૧૯માં ભારતનો જીડીપી ૭.૭ ટકા રહેવાની શક્યતા છે.

એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે, માળખાગત સુધારા જેવા કે, જીએસટી અને નાદારી કોડ લાંબા સમય માટે ભારતના વિકાસમાં ખૂબ મદદરૂપ બની રહેશે.વિદેશી મૂડીરોકાણ માટે ભારત અતિમહત્વનું સ્થળ બની રહેશે. તેવો આશાવાદ આ નાણાંકીય સંસ્થાઓના અહેવાલો પરથી મળી રહ્યો છે.

મૂડીઝ દ્વારા કરાયેલા સુધારા અનુસાર ભારત રોકાણ માટેનું આકર્ષણ સ્થળ બની રહ્યું છે. સાથે સાથે રોકાણ માટેના નિયમો પણ ભારતમાં સરળ બનતા જાય છે.

અર્થશા†ીઓનું માનવું છે કે, ભારતનો હકારાત્મક દૃષ્ટિકોણ સ્પષ્ટ સંદેશ આપે છે કે, ભારતે પસંદ કરેલો માર્ગ  લાંબાગાળાના સુધારા અને રાજકોષિય એકીકરણને અનુલક્ષીને છે. જેનાથી રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે.

એવી વૈશ્વિક લાગણી ઊભી થઈ છે કે ભારતનો આર્થિક વિકાસ અત્યારસુધીમાં સૌથી વધુ આશાસ્પદ અત્યારે જાવાઈ રહ્યો છે અને આગળ જતાં હજુ પણ તેમાં સુધારા લાવવા ભારત પ્રતિબદ્ધ છે. પરિણામે વૈશ્વિક રોકાણકારો આગામી સમયમાં રોકાણ માટે ભારતને પસંદ કરી રહ્યા છે. આર્થિક ક્ષેત્રના સુધારાઓ એ ભારતના વિકાસને વેગ આપવાનું મજબૂત પરિબળ છે. જેમાં રોકાણકારોને અપાર સંભાવનાઓ દેખાઈ રહી છે.

ફેબ્રુઆરી માસમાં રજૂ થનારા આગામી બજેટમાં ભારત મહત્વના આર્થિક સુધારાઓ કરી વૈશ્વિક રોકાણનો લાભ લેવા માટે પુરતા પ્રયાસો કરશે.

લેખક આદિત્ય રાજ દાસ,

વરિષ્ઠ પત્રકાર