અવકાશક્ષેત્રે ભારતે નોંધાવી સદી

ગત શુક્રવારે ભારતે અવકાશ ક્ષેત્રે ત્યારે સદી નોંધાવી, જ્યારે પી.એસ.એલ.વી. – સી.૪૦ રોકેટ દ્વારા ભારતે કાર્ટોસેટ એફ ઉપગ્રહનું પૃથ્વીની પરીભ્રમણ કક્ષામાં સફળ પ્રેક્ષપણ કર્યું. ભારતે આમ ૧૦૦ મો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી પૃથ્વીનું અવલોકન કરતો કાર્ટોસેટ એફ અવકાશમાં પ્રક્ષેપિત કરવાથી ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોનો જુસ્સો બુલંદ થયો છે. પ્રક્ષેપણથી પી.એસ.એલ.વી. રોકેટ પરની તેમની વિશ્વસનીય વધુ મજબૂત બની હતી. જે ઇસરોના એક વિશ્વસનીય કાર્યક્ષેત્ર તરીકે ઉજારી આવ્યું છે.

પ્રક્ષેપણ પી.એસ.એલ.વી.ના કાર્યક્ષેત્રની વિશ્વસનિયતા સાબિત કરવા માટે લીટમસ ટેસ્ટ સમાન હતું. જા કે અગાઉ પી.એસ.એલ.વી. એકસાથે એક પછી એક ૩૯ સફળ પ્રક્ષેપણ કરી ચૂક્યું હતું જા કે ત્યારબાદ ચાર મહિનાના અંતરાલ બાદ ફરી એકવાર ઇસરોએ અભિયાન સફળતા પૂર્વક પાર પાડતાં તેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું હતું.

જા કે રસપ્રદ બાબત છે કે પી.એસ.એલ.વી.-સી ૩૯ને લઇને વિશ્લેષણ બાદ એવું જાહેર કરાયું હતું કે પ્રાથમિક તબક્કામાં તે અભિયાન નિષ્ફળ રહ્યું હતું. પી.એસ.એલ.વી. – સી ૩૯ ના ચોથા તબક્કામાં તેનું હીટ ફીલ્ડ અલગ થઇ શક્યું નહોતું પરીણામે ચોથો તબક્કો નિષ્ફળ રહ્યો હતો જેના કારણે શીલ્ડ અને ઉપગ્રહ અવકાશી કચરો બની ગયા હતા. જા કે આમ છતાં અભિયાનનો પ્રથમ બીજા અને ત્રીજા તબક્કો સફળતાપૂર્વક પોતાનું કાર્ય પુરું કરી શક્યા હતા.

શુક્રવારે કરાયેલું સફળપ્રેક્ષપણ બીજા ઘણાં કારણોથી પણ નોંધપાત્ર બન્યું છે. કારણે સફળ પ્રક્ષેપણથી પણ નોંધપાત્ર બન્યું છે. કારણે સફળ પ્રક્ષેપણથી ગત વર્ષ ઓગસ્ટ માસમાં પી.એસ.એલ.વી. અભિયાનને મળેલી નિષ્ફળતાની નિરાશા ખંખેરી ઇસરો ફરી એકવાર મેદાનમાં આવી ગયું છે. સાથે ઇસરોએ ૭૧૦ કિ.ગ્રાનું સૌથી વધુ વજન ધરાવતાં કાર્ટોસેટ એફ ને પી.એસ.એલ.વી. મારફતે પ્રક્ષેપિત કરવાની તૈયારી કરી લીધી છે.

પૃથ્વીનું અવલોકન કરતી ઉપગ્રહ શ્રેણીનો કાર્ટોસેટ એફ સાતમો ઉપગ્રહ છે જેને સનસીન્કોનસ કક્ષામાં તૈનાત કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ મોટા માપના અને હાઇ રીસોલ્યુશન ધરાવતાં નકશા બનાવવાનું છે. ઉપગ્રહ દ્વારા મોકલાતી તસ્વીકો વિવિધ બનાવવાનું છે. ઉપગ્રહ દ્વારા મોકલાતી તસ્વીરો વિવિધ નકશાની એપ્લીકેશન માટે ઉપયોગી બની રહેશે. સાથે ગ્રામ્ય, શહેરી અને દરિયા કિનારાના વિસ્તારોની જમીનોના ઉપયોગ તેમજ નિયમન માટે પણ તસ્વીરો ઉપયોગી બની રહેશે. ઉપરાંત અનેક વ્યવસ્થાઓના સંચલન જેવા કે માર્ગોના માળખાની દેખરેખ, પાણીનું વિતરણ, જમીનના નકશા બનાવવા, માનવનિર્મિત કે કુદરતી ભૌગોલીક ફેરફારોને શોધવા તેમજ અનેક જમીનને અનુલક્ષીને માહિતી એકત્રિત કરવામાં તસ્વીરો ઉપયોગી બની રહેશે.

હાઇ રીસોલ્યુશન વાળી તસ્વીરો દ્વારા આપણી સરહદોની પણ ખૂબ નજીકથી દેખરેખ રાખી શકાશે.

કાર્ટોસેટ એફ સિવાય અભિયાનમાં ૩૦ નાના ઉપગ્રહો પણ પ્રેક્ષપિત કરાયા જેમાં ભારતનો એક માઇક્રો ઉપગ્રહો અને એક નેનો ઉપગ્રહ સાથે દેશોના બીબી ત્રણ માઇકો ઉપગ્રહો અને ૨૫ નેનો ઉપગ્રહો પણ પ્રેક્ષેપિત કરાયા દેશોમાં કેનેડા, ફીનલેન્ડ, ફ્રાંસ, રીપબ્લીક ઓફ કોરિયા, યુ.કે. અને અમેરિકાનો સમાવેશ થાય ચે.

નોંધપાત્ર રીતે ઉપગ્રહોને બે જુદીજુદી ભ્રમણકક્ષાઓમાં પ્રક્ષેપિત કરાયા છે. કોર્ટોસેટને ધ્રુવીય સન સીન્ક્રોનસની કક્ષામાં ૫૧૦ કિલોમીટરની ઉંચાઇએ જ્યારે ૩૦ માઇક્રો અને નેનો ઉપગ્રહોને ૩૪૯ કિલોમીટરની ભ્રમણ કક્ષામાં તરતા મૂકવામાં આવ્યા છે.

ઉપગ્રહોનું જુદી જુદી અસામાન્ય બનાવે છે જેના માટે અનેક વખત એન્જીનને બંધ કરવું પડ્યું અને રોકેટના ચોથા તબક્કામાં પણ એનિજનને ચાલુ કરવું પડ્યું એનિજન ચાલુ બંધની પ્રક્રિયા અને જુદીજુદી બે કક્ષામાં ઉપગ્રહોને તરતા મુકવામાં બે કલાક ૨૧ મીનીટનો સમય લાગ્યો. અન્ય અભિયાનોની કરતાં અલગ ચંદ્રયાન પરિભ્રમણકક્ષાને અનુલક્ષીને થનાર અભિયાન નહીં હોય તે ચંદ્ર પર રોવર ઉભારીને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે.

લેખક  વિજ્ઞાનશાખાના વરિષ્ઠ વિશ્લેષક બિમન બાસુ