અંદાજે ૨ હજાર ૩૦૦ ભારતીય સૈનિક, યુદ્ધગ્રસ્ત આફ્રિકી દેશ સુડાનમાં શાંતિ સ્થાપના માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના અભિયાનમાં સામેલ થવા રવાના થયા છે.

અંદાજે ૨ હજાર ૩૦૦ ભારતીય સૈનિક, યુદ્ધગ્રસ્ત આફ્રિકી દેશ સુડાનમાં શાંતિ સ્થાપના માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના અભિયાનમાં સામેલ થવા રવાના થયા છે.

લશ્કરના પ્રવકતા કોલ અમાન આનંદે જણાવ્યું કે, નવી દિલ્હી ખાતે ગઈકાલે જણાવ્યું કે, દક્ષિણ સુડાનમાં શાંતિ અને સામાન્ય Âસ્થતિની બહાલી માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોમાં ભારતીય સૈન્ય પોતાના બે હજાર ૩૦૦ સૈનિકોને મોકલીને યોગદાન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સામેલ થનારા આ સૈનિક ગઢવાલ રાઈફલ્સ રેજીમેન્ટના છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા છ દશકામાં ભારતે દુનિયાભરમાં લગભગ ૫૦ સંયુક્ત  રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અંદાજે બે લાખ  સૈનિકોને મોકલ્યા છે.