કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની Âસ્થતિની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી.

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની Âસ્થતિની સમીક્ષા કરી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે નવી દિલ્હીમાં થયેલી આશરે ૧ કલાકની બેઠકમાં ગૃહમંત્રીને જમ્મુમાં સૈન્ય શિબિર પર થયેલા તાજેતરના હુમલા અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે ગોળીબાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, શાંતિ ભંગ કરવાના આંતકવાદીઓના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે સમગ્ર રાજ્યમાં ઉચ્ચસ્તરની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, સીમાપારથી આંતકવાદીઓની ઘૂસણખોરી રોકવાના બધા જ જરૂરી ઉપાય કરવા જાઈએ. બેઠકમાં કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ઈન્ટેલીજન્સ બ્યૂરોના નિયામક રાજીવ જૈન પણ સામેલ હતા.