પ્રધાનમંત્રીની પેલેસ્ટાઈન ખાતેની ઐતિહાસિક મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ખાડી અને પશ્ચિમ એશિયાના ત્રણ દેશોની યાત્રા દરમિયાન પેલેસ્ટાઈનની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન દેશોની યાત્રા કરી હતી. પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈનની મુલાકાત લીધી જે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ કરેલી પ્રથમ યાત્રા છે. તેઓ અમ્માનથી રામલ્લાહ પહોંચ્યા હતા, જ્યાં યાસર અરાફતની કબરની મુલાકાત લીધી હતી અને પેલેસ્ટાઈનના પ્રતિષ્ઠિત દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. પુષ્પાંજલિ આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટેનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પી.એલ.ઓ)ના સ્થાપક ચેરમેનને મહાન વિશ્વના નેતાઓમાંના એક તરીકે ઓળખાવ્યા હતા.

તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનમાં તેમનું યોગદાન ઐતિહાસિક છે, તેમજ તેઓ ભારતના સારા મિત્ર હતા, ત્યારબાદ શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મેહમૂદ અબ્બાસ સાથે વિવિધ મુદ્દે તેમજ પ્રાદેશિક બાબતો અંગે પરસ્પર દ્વિ-પક્ષી મંત્રણાઓ કરી હતી, ત્યારબાદ એક સંયુક્ત  પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટાઈન સ્વતંત્ર રાષ્ટ્ર માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી અને સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રને આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રમુખ અબ્બાસે પેલેસ્ટાઈન માટે ભારતના ઉમદા વિચાર અને વચનબદ્ધતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના લોકો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની ભૂમિકા માટે વિશ્વાસ રાખે છે, અને પશ્ચિમ એશિયાના દેશોમાં વિશેષ સ્થાન મેળવવા ઈચ્છે છે. પેલેસ્ટાઈન દ્વારા વિદેશી નેતાઓને એનાયત થતા પેલેસ્ટાઈનના સર્વોેચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કાpલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરાયું હતું.

પ્રધાનમંત્રીએ આ સન્માનને સર્વ ભારતીયો માટેના સન્માન તરીકે અને ભારત પેલેસ્ટાઈનની મિત્રતાના પ્રતીક સમાન ગણાવ્યું હતું. પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રીએ શ્રી મોદીની પ્રશંસા કરતાં તેમને વૈશ્વિક વિકાસશીલ નેતા તરીકે ઓળખાવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટાઈન રાષ્ટ્રના નિર્માણ અને પેલેસ્ટાઈનના લોકોની આર્થિક સુખાકારી માટે તેમજ તેમના હિતના રક્ષણ માટે ભારતની વચનબદ્ધતા વ્યક્ત કરીહતી. ભારત અને પેલેસ્ટાઈને માળખાગત વિકાસ માટે તેમજ કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારી ઉભી કરવા માટે છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, માહિતી ટેકનોલોજી, કૃષિ અને રમતગમત જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટાઈનમાં રાજદ્વારી સંસ્થાની ઈમારતનું ઉદઘાટન કર્યું હતું. જેના નિર્માણ માટે ભારત તરફથી ૪.૫ કરોડ અમેરિકન ડોલરની પેલેસ્ટાઈનને સહાય કરવામાં આવી છે. ૫૦ કરોડ અમેરિકન ડોલરના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા, જેમાં બેટ સૂહૂરમાં સુપર સ્પેશ્યાલિટી હોÂસ્પટલનું નિર્માણ તેમજ મહિલા સશÂક્તકરણ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. પેલેસ્ટાઈનમાં વિકાસલક્ષી કામો માટે ભંડોળ પૂરું પાડવા માટે ભારતનું મહત્વનું યોગદાન છે. રામાલ્લાહમાં ટેકનોપાર્ક, અલ ક્યૂડસ યુનિવર્સિટી ખાતે ડિજિટલ લર્નિગ અને નવીનીકરણ કેન્દ્ર ગાઝાપટ્ટીમાં આઈસીટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ વેસ્ટ બેન્ક અને ગાઝાપટ્ટીમાં શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આના નિર્માણ થકી ભારત પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર જીવંત રાષ્ટ્ર તરીકે માન આપે છે. વધુમાં પ્રધાનમંત્રીની આ પેલેસ્ટાઈન મુલાકાત નોંધપાત્ર છે.

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહૂની ગત માસ દરમિયાનની ભારત મુલાકાત બાદ તુરંત જ પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટાઈનની મુલાકાત લીધી છે અને શ્રી મોદીએ જુલાઈ – ૨૦૧૭માં ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. આ યાત્રા ઐતિહાસિક હતી કારણ કે તે ભારતના ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સાથેના નવા અભિગમ સાથેના સંકેત આપે છે તેમજ અન્ય કોઈથી પ્રભાવિત થયા વગરના સ્વતંત્ર, પરસ્પર સંબંધો સ્થાપે છે.

૧૯૯૨માં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પરસ્પર સ્થાપિત થયા હોવા છતાં પેલેસ્ટાઈનના કારણોસર ઈઝરાયેલ સાથે અવિશ્વસનીયતા રહી છે. પ્રધાનમંત્રી મોદી સત્તા પર આવ્યા ત્યારબાદ તેમણે સક્રિય પ્રવૃત્તિ દ્વારા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નવી દિલ્હી બંને દેશોના અધિકારોને માન્યતા આપે છે અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા સંઘર્ષના સમાધાન માટે ભાર મૂકે છે. સંયુક્ત રાષ્ટ્રસભામાં ભારતે, ઈઝરાયેલની રાજધાની યેરૂસેલમના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવની વિરૂદ્ધ  અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશોના ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો. આ સમયે રાજ્યસભામાં પણ વિદેશમંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈન માટે ભારતનું સ્થાન સ્વતંત્ર અને સુસંગત છે. તે અમારા પરસ્પર વિચારો અને હિત દ્વારા નક્કી કરાયેલું છે. તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.

પ્રધાનમંત્રીની પેલેસ્ટાઈનની ઐતિહાસિક મુલાકાત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પેલેસ્ટાઈનની સ્થાપનાને ભારત મજબૂત ટેકો આપે છે તે સાબિત કરે છે. માળખાગત વિકાસ અને વિકાસલક્ષી કામો દ્વારા પેલેÂસ્ટયન રાષ્ટ્રના નિર્માણના પ્રયાસને ભારત સહાયતાની નીતિને દોહરાવે છે. ભારતે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને એક જ રીતે જાયા નથી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે, ઈઝરાયેલ સાથેના ભારતના સંબંધો ગાઢ બને છે તેમ પેલેસ્ટાઈન પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ કાયમ છે.

લેખકઃ ડાp. મોહમ્મદ મુદ્દાસૈરકૂમાર