ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચ આજે પોર્ટ એલિઝાબેથમાં રમવામાં આવશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચ આજે પોર્ટ એલિઝાબેથમાં રમવામાં આવશે.

આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગે શરૂ થશે. આકાશવાણી પરથી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ સાંજે ચાર વાગ્યાથી એફ.એમ. રેઈનબો અને રાજધાની ચેનલ પરથી પ્રસારિત કરાશે. છ મેચની આ શ્રૃંખલામાં ભારત ૩-૧થી આગળ છે. ભારતે ડરબનમાં પહેલી મેચ છ વિકેટથી, સેન્ચુરીયનમાં બીજી મેચ નવ વિકેટથી અને કેપટાઊનમાં ત્રીજી મેચ ૧૨૪ રનથી જીતી હતી. જ્હોનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાએ ચોથી મેચમાં ભારતને પાંચ વિકેટથી હરાવ્યું હતું.