આધાર સત્તામંડળે સ્પષ્ટતા કરી છે કે નવા બેંક ખાતાઓ ખોલવા અને તત્કાળ પાસપોર્ટ માટે આધાર જરૂરી રહેશે. સર્વોચ્ચ અદાલતે બંંધારણીય બેન્ચનો ચુકાદો આવે ત્યાં સુધી મોબાઈલ ફોન અને બેંક ખાતાઓ માટે આધારની મુદત લંબાવી.

આધાર સત્તામંડળે સ્પષ્ટતા કરી છે કે સર્વોચ્ચ અદાલતે આધારની છેલ્લી તારીખ લંબાવ્યા છતાં નવા બેંક ખાતા ખોલવા માટે અને તત્કાલ પાસપોર્ટ માટે આધાર જરૂરી છે. ગઈકાલે ટવીટર પર કરાયેલી નોંધ અનુસાર સર્વોચચ અદાલતના આદેશ અનુસાર બેંક ખાતા ખોલવા અને તત્કાલ પાસપોર્ટની બાબતમાં આધાર આવશ્યક બને છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે આધારની મુદત ૩૧ માર્ચથી આગળ લંબાવીને જયાં સુધી બંધારણીય બેન્ચનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાખી છે. આ બાબત મોબાઈલ ફોન અને બેંક ખાતા ધારોકોને લાગુ પડશે.