ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટા ચુંટણી માટે આજે મતગણતરી થશે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચુંટણીની મતગણતરી આજે હાથ ધરાશે. મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુરની બેઠક, જયારે બિહારમાં અરારિયાની લોકસભા બેઠક ઉપરાંત જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા બેઠકો માટે ગત રવિવારે મતદાન થયું હતું. ચુંટણી આયોગે પરીણામ જાહેર થયા બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગોરખપુર લોકસભા બેઠક ઉપરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફુલપુર બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ માર્યએ આપેલા રાજીનામાને કારણે અહી ચુંટણી યોજાઈ હતી. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મોહમ્મદ તસ્લીમુદૃન તથા આરજેડીના ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આનંદ ભુષણ પાંડેના અવસાનને કારણે ચુંટણી યોજાઈ હતી.