ભારત – ફ્રાન્સ વચ્ચે બહુઆયામી સંબંધો

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમાનુએલ મેક્રોને તાજેતરમાં ભારતની મુલાકાત લીધી અને બે દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં વ્યુહાત્મક સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી. ખાસ કરીને ફ્રાન્સે વિશ્વમાં ઉભરી રહેલી સત્તા તરીકે ભારતને આવકાર્યુ તથા છઠૃ મોટા અર્થતંત્ર તરીકે ગણના કરી. આ સાથે માનવ વિકાસની વિશાળ તક સાથે ભારતના કુલ સ્વદેશી ઉત્પાદનને ર૪પ૦ અબજ ડોલર જેટલુ વ્યાપક હોવાની પુષ્ટી મળી.

ભારત અને ફ્રાન્સ વચ્ચે રચનાત્મક સંબંધો રહયાં છે અને તે પરસ્પરના વ્યુહાત્મક હીતોને સાંકળી લે છે. ભારતે ૧૯૭૪માં જયારે પોખરણમાં સૌ પ્રથમ અણુ પરિક્ષણ કર્યુ ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ વાલેરી ગીસ્કાર્ડ દ ઈન્ટીંગે ભારતના શાંતિપુર્ણ પ્રયોગને આવકાર્યો હતો.

આ ઉપરાંત ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરવા અને સક્ષમ બનવા માટેના પ્રયત્નોમાં અણુશ†નો વિકલ્પ ખુલ્લો રાખવાની હિમાયત કરી હતી. ૧૯૯૯માં ભારતે બીજુ અણુ પરિક્ષણ પોખરણમાં કર્યુ હતુ અને ત્યારે પશ્ચિમના દેશો અને ખસા કરીને અણુ સત્તા ધરાવતા દેશોએ વિરોધ કર્યો હતો તથા ભારત પર પ્રતિબંધો લાગુ કર્યા હતા. આ તબકકે ફ્રાન્સે વિરોધ નહોતો દર્શાવ્યો અને ભારત પરના પ્રતિબંધોમાં જાડાયું નહોતું. આ સમયે અણુશ†ો ધરાવતા જુથમાં ભારતના પ્રવેશનો પણ વિરોધ થયો હતો અને તેમાં પણ ફ્રાન્સ જાડાયું નહોતું.

ભારત અને ફ્રાન્સના સંબંધો વ્યાપક છે અને વૈવિધ્યપુર્ણ છે. ભારત ફ્રાન્સ પાસેથી આધુનિક શ†ોની ખરીદી કરે છે. તેમાં લશ્કરી યુધ્ધ ટેકનોલોજી તથા ત્રાસવાદ સામેના પડકારો અંગેના અનુભવોની વહેંચણી, ચાંચિયા પ્રવૃત્તિ પર નિયંત્રણ, લશ્કરી કવાયત અને ગોઠવણ બાબતોને આવરી લીધી છે. બન્ને દેશોનો સર્વ સામાન્ય ઉદેશ્ય દરિયાઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય મુકત વેપાર વ્યવસ્થા જાળવવાનો તથા લશ્કરી હકુમત કે ગોઠવણથી દુર રહેવાનો છે અને તે દ્વારા એશિયા – પેસેફીક પ્રદેશમાં શાંતિ જાળવવાનો છે. બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ખુબ જ મહત્વના બન્યા છે. સાતત્યપુર્ણ વિકાસ, આબોહવા પરિવર્તન, રાષ્ટ્રસંઘમાં સુધારાની પ્રક્રિયા જેવા મુદૃઓ પર બન્ને દેશો વચ્ચે સમજુતી પ્રવર્તે છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા નિવેદનથી બન્ને દેશોના સંબંધો નવી ઉંચાઈ તરફ આગળ વધ્યા છે. ખાસ કરીને સલામતિના મુદૃઓ અને એશિયા – પેસેફીક પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યવસ્થા જાળવણી જેવા મુદૃ સહમતિ પ્રવર્તે છે. બન્ને દેશો દ્વારા લશ્કરી સુવિધાઓની આપ-લે અને દક્ષિણ એશિયામાંથી ત્રાસવાદ નાબુદી માટેની કટિબધ્ધતા વ્યકત કરવામાં આવી છે.  આફ્રિકાના સાહેબ પ્રાંતમાં ત્રાસવાદી ઘટનાઓને પણ તેમાં આવરી લીધી છે. ફ્રાન્સના ભુતપુર્વ સંસ્થાન તરીકે તે આ પ્રાંતની સુરક્ષા પર પણ ભાર મુકે છે.

ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ લડાયક વિમાનોનો સોદો મહત્વપુર્ણ છે. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન સાથે નાગપુર ખાતેની કંપની રીલાયન્સ ડીફેન્સ દ્વારા ૩૬ વિમાનોનો કરાર કરવામાં આવ્યો છે. બન્ને નેતાઓ દ્વારા તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ લડાયક વિમાનો ખરીદવાની બાબત પણ વિચારણા હેઠળ છે. પ્રોજેકટ – ૭પ પ્રકારની સ્ટીલ્ધ ટેકનોલોજી ધરાવતી સબમરીનને પણ તેમાં આવરી લેવામાં આવી છે. ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી સ્કોર્પિયન પ્રકારની સબમરીનમાં વૈકÂલ્પક એન્જીનને પણ સાંકળી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વદેશી ઈન્ટરસેપ્ટર, તેજસ જેવા વિમાનો અંગે પણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા – ડીઆરડીઓ અને ફ્રાન્સની એરોસ્પેસ એન્ડ ડીફેન્સ કંપની – સાફરાન વચ્ચે વાટાઘાટો થઈ હતી.

બંન્ને દેશો વચ્ચેનો વેપાર દસ અબજ યુરો જેટલો રહયો છે. જાન્યુઆરીથી જુલાઈ – ર૦૧૭ દરમિયાન તે ૬ અબજ યુરો જેટલો રહયો હતો. ર૦૦૮માં અણુ પુરવઠા જુથ દ્વારા અણુ ઉર્જા ઉપયોગ માટે ભારતને મળેલી મંજરીના પગલે અણુ ઉર્જા અંગે ફ્રાન્સ ધ્વારા અપાતી સહાયના સંજાગો વધુ હકારાત્મક છે. પરીણામે ભારત અણુઉર્જા ઉત્પાદનમાં આગળ વધી શકે.

અગાઉના ફ્રન્ચ પ્રધાનમંત્રી ફ્રાન્કોઈસ હોલેન્ડે આબોહવા પરિવર્તન માટે ભારત સાથે મહત્વના કરાર કર્યા હતા અને તે દ્વારા ૧ર૧ દેશોનું આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સંગઠન રચાયું છે. ૩૦ જેટલા દેશોએ તેના કરારને મંજુર કર્યા છે. વૈકÂલ્પક ઉર્જા માટેનો આ મહત્વપુર્ણ પ્રોજેકટ છે. તે દ્વારા પર્યાવરણની જાળવણીનો પ્રયત્ન છે. તાજેતરમાં ર૩ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં ભારત અને ફ્રાન્સે સૌર ઉર્જા મંડળની પ્રથમ પરિષદ નવી દિલ્હીમાં

આભાર – નિહારીકા રવિયા  યોજી. તે દ્વારા ર૦૩૦ સુધીમાં એક હજાર ગીગાવોટ વીજળી મેળવવાનો લક્ષ્યાંક છે. તેની પાછળ એક હજાર અબજ ડોલર જેટલુ મુડીરોકાણ પણ કરવુ પડશે. આ તબકકે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઉત્તર પ્રદેશના મિરજાપુરમાં દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ પણ ખુલ્લો મુકયો.

મહત્વપુર્ણ બાબત એ છે કે બન્ને દેશોએ ત્રાસવાદને ધરમુળથી ઉખાડી ફેંકવા કટીબધ્ધતા દર્શાવી છે. આ માટે તેમને મળતી નાણાં સહાય અને આશ્રય સ્થાનોને દુર કરવા પર ભાર મુકયો છે. આ મુદૃ પણ બન્ને દેશોએ પરસ્પર સહયોગ માટે તત્પરતા દર્શાવી છે.

લેખક – ગૌતમ સેન