સરકારે વિમાન મુસફારોની સલામતિ પર ભાર મુકી સ્પષ્ટતા કરી છે કે પ્રાટ એન્ડ વ્હીટની વિમાન એન્જીન ટેકનીકલ ચકાસણી બાદ જ ઉપયોગમાં લેવાશે.

કેન્દ્રીય નાગરીક ઉડૃયન રાજયમંત્રી જયંત સિન્હાએ કહયું છે કે મુસાફરોની સુરક્ષા સરકાર માટે મહત્વની બાબત છે અને વિમાનોમાં પ્રાંટ એન્ડ વ્હીટના એન્જીનો ટેકનીકલ ચકાસણી બાદ જ તેનો ઉપયોગ કરવા દેવામાં આવશે. નાગરીક ઉડૃયન મહાનિદેશાલય ધ્વારા ઈÂન્ડગો અને ગો એર કંપનીના અગિયાર એ-૩ર૦ વિમાનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ શ્રી સિન્હાએ તેમની પ્રતિક્રિયા આપી હતી. આ વિમાનોમાં ખામીયુકત પ્રાટ એન્ડ વ્હીટ એÂન્જનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોમવારે લખનૌઉ જઈ રહેલુ ઈÂન્ડગોનું એક વિમાન ચાલીસ મિનિટમાં જ એÂન્જનમાં ખામીને કારણે અધવચ્ચેથી અમદાવાદ પરત આવી ગયું હતું. ત્યારબાદ નાગરિક ઉડૃયન મહાનિર્દેશાલયે ઈÂન્ડગો સામે આ કાર્યવાહી કરી હતી. નિર્દેશાલયના આ નિર્ણય બાદ ઈÂન્ડગો અને ગો એરની પાંસઠ ફલાઈટ રદ કરવામાં આવી હતી.