સાઉદી અરેબિયાના મંત્રીમંડળે અણુ ઉર્જા નીતિને મંજુરી આપી. સૌ પ્રથમ અણુ ઉર્જા મથક માટેના કરાર અંગે તૈયારીઓ કરી.

સાઉદી અરેબિયાના મંત્રીમંડળે સૌ પ્રથમ અણુઉર્જા મથક સ્થાપવા માટેની નીતિને મંજુરી આપી છે. તેમાં શાંતિપુર્ણ હેતુઓ માટે અને સલામતિ જાળવવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના અણુકચરાના વિકિરણનું પ્રદુષણ ન ફેલાય તે અંગે આયોજન કરવા જણાવ્યું છે. વિશ્વના સૌથી મોટી ખનીજ તેલ નિકાસકાર દેશ તરીકે સાઉદી અરેબિયાએ અણુ ઉર્જાને મહત્વ આપીને ખનીજ તેલની નિકાસને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. પાટવી કુંવર મહંમદ બીન સલમાનની આગામી અઠવાડીયે અમેરિકાની મુલાકાત પહેલા કરાયેલા આ નીતિ વિષયક નિર્ણયથી અમેરિકા સાથે નાગરિક અણુ સહકાર કરાર થાય તેવી સંભાવના છે.