કેન્દ્ર એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી દિલ્હીથી મુંબઈને જાડતાં નવા એક્સપ્રેસ રાજમાર્ગનું નિર્માણ કરશે.

કેન્દ્ર એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી દિલ્હીથી મુંબઈને જાડતાં નવા એક્સપ્રેસ રાજમાર્ગનું નિર્માણ કરશે.

ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ચમ્બલ એક્સપ્રેસ-વેની યોજનાઓની માહિતી આપી હતી. ચમ્બલ એક્સપ્રેસ-વેને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જાડવામાં આવશે. જેનાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને ફાયદો પહોંચશે. શ્રી ગડકરીએ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં ભીડ-ભાડની સમસ્યાને ઉકેલતી પોતાના મંત્રાલયની વિવિધ મુખ્ય પહેલોને જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે ૩૫ હજાર ૬૦૦ કરોડ રૂપિયાના રોકાણની કુલ ૧૦ પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

દિલ્હીમાં રોજના લગભગ ૪૦ હજાર વાણિજ્યીક વાહનો પ્રવેશ કરે છે અને તેનાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. આ સમસ્યાને કારણે દિલ્હીની ચારેબાજુ પૂર્વિય અને પશ્ચિમી પેરીફેરલ એક્સપ્રેસ-વે વિકસીત કરવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯ એપ્રિલે પૂર્વ-પેરીફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કરશે.