કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી ડેરડેવિલ્સને ૭૧ રને હરાવીને જીતી લીધી છે.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી ડેરડેવિલ્સને ૭૧ રને હરાવીને જીતી લીધી છે. ૨૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ૧૪ ઓવર અને બે બોલમાં માત્ર ૧૨૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેન મેક્સવેલે ૪૭, જ્યારે રૂષભ પંતે ૪૩ રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સુનિલ નારાયણ અને કુલદીપ યાદવે ૩-૩ વિકેટ લીધી હતી.

અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૨૦૦ રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે નિતીશ રાણાએ ૫૯ અને એન્ડ› રસલે ૪૧ રન બનાવ્યા હતા. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈÂન્ડયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે આઠ વાગે મુકાબલો શરૂ થશે.