પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે યુરોપીય દેશોના પ્રવાસના પહેલા ચરણમાં Âસ્વડનની રાજધાની સ્ટોકહોમ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી આજે પહેલા ભારત નાp‹ડક સંમેલનમાં સામેલ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે યુરોપીય દેશોના પ્રવાસના પહેલા ચરણમાં Âસ્વડનની રાજધાની સ્ટોકહોમ પહોંચી ગયા છે.

પ્રધાનમંત્રી આજે પહેલા ભારત નોર્ડિક સંમેલનમાં સામેલ થશે અને ઘણા દેશોના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિ-પક્ષીય ચર્ચા – વિચારણા કરશે.  તેઓ કેટલાક કાર્યકારી અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. આ પ્રવાસ પહેલાં શ્રી મોદીએ એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, Âસ્વડનની  આ પહેલી મુલાકાત છે અને બંને દેશો વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત સૌહાર્દપૂર્ણ મૈત્રી સંબંધો છે. તેમણે જણાવ્યું કે, Âસ્વડન ભારતના વિકાસના વિવિધ પાસામાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.

શ્રી મોદીએ કહ્યું કે, તેમને તથા Âસ્વડનના પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેનને વેપાર ઉદ્યોગના મુખ્ય લોકો સાથે વાતચીત કરવાનો અને પરસ્પર સહયોગની રૂપરેખા તૈયાર કરવાનો અવસર મળશે.

તેમણે જણાવ્યું કે, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, કૌશલ વિકાસ , સ્માર્ટસિટી , સ્વચ્છ ઊર્જા, ડિજીટાઈઝેશન અને સ્વાસ્થ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. Âસ્વડનની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટન જશે. તેઓ લંડનમાં રાષ્ટ્રમંડળ દેશોના શાસન અધ્યક્ષોની બેઠકમાં ભાગ લેશે.