રાષ્ટ્રમંડળ રમતોત્સવ-૨૦૧૮ ભારતનો ઝળહળતો દેખાવ

છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા રાષ્ટ્રમંડળ રમતોત્સવની ૨૧મી કડીમાં ભારતના મજબૂત દેખાવમાં મહિલા શÂક્ત અગ્રીમ રહી હતી. ૨૦૧૦માં નવી દિલ્હી રમતોમાં ચંદ્રકો જીતવામાં સદી વટાવીને અને ૨૦૧૪ ગ્લાસગો રમતોમાં ૬૪ ચંદ્રકો જીત્યા બાદ, ભારતે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા ૨૧મા રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ  દેખાવ કરીને  ૨૬ સુવર્ણચંદ્રકો , ૨૦ રજત અને ૨૦ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. ચંદ્રકોની ગણતરીમાં ભારત ત્રીજા ક્રમાંકે રહ્યું હતું.

મહિલાઓની બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં સાઈના નહેવાલે , પી.વી.સિંધુને ૨૧-૧૮, ૨૩-૨૧થી હરાવી હતી. પાંચવાર વિશ્વ વિજેતા રહી ચૂકેલ અને ઓલિÂમ્પક કાંસ્ય ચંદ્રક વિજેતા, રાજ્યસભાના સભ્ય ભારતીય મહિલા બોક્સિંગની અગ્રણી ખેલાડી એમ.સી. મેરિકોમે તેમના પ્રથમ રાષ્ટ્રમંડળ રમતોમાં મહિલાઓની ૪૮ કિલો વર્ગની  બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.

સ્પર્ધાના પ્રથમ દિવસે જ મહિલાઓની ૪૮ કિલોવર્ગમાં વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં વિક્રમજનક છમાંથી છ વાર વજત ઊંચકીને મીરાબાઈ ચાનુએ ભારતની સુવર્ણયાત્રાની શરૂઆત કરી હતી. તેમના પછી વેઈટલિફ્ટર સંજીતા ચાનુએ ૫૩ કિલોવર્ગ અને પછી પૂનમ યાદવે  ૬૯ કિલો વર્ગની સ્પર્ધામાં સિદ્ધી હાંસલ કરી હતી. પુરુષો પણ પાછળ રહ્યા નહોતા અને તેમને પણ સારો દેખાવ કર્યો હતો.

સતીષકુમાર શિવલિંગમે ૭૭ કિલોગ્રામ વર્ગ અને રાહુલ રગાલાએ ૮૫ કિલોગ્રામ વર્ગમાં ઉચ્ચકક્ષાનું પ્રદર્શન કર્યું હતું.  પી ગુરુરાજા અને મીરાંબાઈએ ૫૬ કિલોગ્રામ વર્ગમાં રજત પદક મેળવીને દેશનું ગૌરવ વધાર્યું હતું. માત્ર વેઈટલિફ્ટિંગમાં ભારતે નવ ચંદ્રકો જીત્યા હતા.

અને ત્યારબાદ ચંદ્રકો પ્રાપ્ત કરવાનો વારો હતો નિશાનેબાજાનો. ગોલ્ડન ગર્લ મનુ ભાકરે તમામ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને ૧૦ મીટર એરપિસ્તલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. જ્યારે ટીમની વરિષ્ઠ ખેલાડી હિના સિંદ્ધુએ રજતપદક જીત્યો હતો.  ત્યાર બાદ ૨૫ મીટર શૂટઆઉટમાં હિનાએ સચોટ નિશાન તાકતાં ભારતને સુવર્ણ અપાવ્યો હતો. વર્લ્ડ ચેÂમ્પયનશીપના વિજેતા જીતુરાયે પુરૂષોની ૨૫ મીટર એર પિસ્તલ સ્પર્ધામાં તમામ પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી સુવર્ણ જીત્યો હતો. મેહુલ ઘોષ, ઓમ મિથરવાલ, અપૂર્વી ચંદેલા અને રાજવકુમારે દેશ માટે રજત અને કાંસ્ય પદક જીત્યા હતા. સુવર્ણ પદક જીતવાનો સિલસિલો બીજા સપ્તાહે પણ ચાલુ રહ્યો હતો.

મહિલાઓની ડબલ ટ્રેપ નિશાનેબાજી સ્પર્ધામાં શ્રેયસી સિંઘે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં દેશ માટે સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ સિવાય ઓમ મિથરવાલ અને અંકુર મિત્તલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આમ રાષ્ટ્રમંડળ રમતોની નિશાનીબાજી સ્પર્ધામાં દેશના નિશાનેબાજા છવાઈ ગયા હતા.

શ્રેયસીએ ફાઈનલ મુકાબલામાં ૯૬ અંક મેળવીને ઓસ્ટ્રેલિયાની ઈમા કોક્સને પરાસ્ત કરી હતી. ઓમપ્રકાશ મિથરવાલ અને અંકુર મિત્તલે ૫૦ મીટર એર પિસ્તલ અને પુરૂષોની ડબલ ટ્રેપ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યા હતા.

મુક્કેબાજીમાં  પાંચ વખતની વિશ્વ વિજેતા એમ.સી. મેરિકોમની આગેવાની હેઠળ મુક્કેબાજાએ વિવિધ વર્ગમાં પદક પ્રાપ્ત કર્યા હતા.  મુક્કેબાજીમાં દેશના આઠ મુક્કેબાજાએ ચંદ્રકો જીત્યા હતા. આ વખતના રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં દેશના મુક્કેબાજાએ નવી દિલ્હીમાં રમાયેલ રાષ્ટ્રમંડળ રમતોત્સવ કરતાં પણ સારો દેખાવ કર્યો હતો.

નવી દિલ્હીના રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ભારતીય મુક્કેબાજાએ સાત ચંદ્રકો જીત્યા હતા. કુસ્તીમાં બે વખતના ઓલિÂમ્પક ચંદ્રક વિજેતા અને ગત વખતના ચેÂમ્પયન સુશીલકુમારના નેતૃત્વમાં ભારતના પહેલાવાનોએ પણ દેશને ગૌરવ અપાવતું પ્રદર્શન કર્યું હતું. ૭૪ કિલોગ્રામ વર્ગમાં સુશીલકુમારે દેશ માટે સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતના પહેલવાનોએ શાનદાર પ્રદર્શન કરતાં નવ ચંદ્રકો જીત્યા હતા.  આમ વિવિધ રમતોમાં ચંદ્રકો જીતીને દેશના ખેલાડીઓએ તિરંગાને સતત લહેરાતો રાખ્યો હતો. ૨૦૧૪ના ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ભારતે પાંચ સુવર્ણ, છ રજત અને બે કાંસ્ય પદક કુસ્તીમાં જીત્યા હતા. કુસ્તીમાં તે વખત ભારત ચંદ્રકો મેળવવામાં કેનેડા પછી બીજા નંબરે રહ્યું હતું. રાહુલ અવારે, ઓલિÂમ્પક પદક વિજેતા સાક્ષી મલિક અને ફોગાટ બહેનોએ પોતાની ઈમેજ મુજબનું પ્રદર્શન કર્યું હતું. આમ ભારતીય પહેલવાનોએ પોતાની મશલ પાવર દેખાડ્યો હતો.

લેખક – રાહુલ બેનરજી, વરિષ્ઠ ખેલ પત્રકાર