વિશ્વ બેન્કે આ વર્ષે ભારતનો વૃÂધ્ધદર સાત પોઇન્ટ ત્રણ ટકા અને ૨૦૧૯-૨૦૨૦માં સાત પોઇન્ટ, પાંચ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

વિશ્વ બેન્કે આ વર્ષે ભારતનો વૃÂધ્ધદર સાત પોઇન્ટ ત્રણ ટકા અને ૨૦૧૯-૨૦૨૦માં સાત પોઇન્ટ, પાંચ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

બેન્કે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા નોટબંધી તથા વસ્તુ અને સેવાકરની અસરમાંથી બહાર આવી ગઈ છે. વિશ્વ બેન્કે ગઈકાલે વોશિંગ્ટનમાં દક્ષિણ એશિયા આર્થિક પરિદૃશ્યના અર્ધવાર્ષિક અહેવાલમાં કહ્યું કે, આર્થિક વૃÂધ્ધદર ૨૦૧૭ના છ પોઇન્ટ સાત ટકાથી વધીને ૨૦૧૮માં સાત પોઇન્ટ, ત્રણ ટકા થવાની આશા છે. ખાનગી રોકાણ અને વપરાશ સ્તરમાં સુધારા સાથે તેમાં મજબૂતી રહેશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને રોકાણ અને નિકાસ વધારવાના પ્રયત્નો કરવા પડશે, જેથી તેને વૈશ્વિક વૃદ્ધિદરમાં સુધારાનો લાભ મળી શકે. વિશ્વ બેન્કે માન્યું કે, નોટબંધી અને જીએસટી પછી આર્થિક ગતિવિધિઓમાં કમી આવી અને સમાજના ગરીબ અને વંચિત વર્ગો પર તેની અસર થઈ.