અમેરીકાના ઈરાન પરના પ્રતિબંધોની વ્યાપક અસરો.

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ઈરાન સાથેના ત્રણ વર્ષ જુના અણુપ્રયોગ પ્રતીબંધક કરાર તોડી નાંખ્યા છે. તેમણે ચાર મહિના અગાઉ ઈરાનને ધમકી આપી હતી અને અણુ પ્રયોગ પ્રતિબંધનો અસરકારક અમલ કરવામાં નહી આવે તો ર૦૧પના અણુ કરારમાંથી અમેરીકા નીકળી જશે તેમ જણાવ્યું હતું. તેની મુદત બાર મે એ પુરી થાય તે પહેલા જ અમેરીકાના રાષ્ટ્‌પ્રમુખ ટ્રમ્પે આ જાહેરાત કરી દીધી.

ર૦૧પમાં અમેરીકા, બ્રિટન , રશિયા, ફ્રાન્સ, ચીન, જર્મની અને યુરોપીય સંઘ દ્વારા ઈરાન સાથે સંયુકત કાર્ય યોજના ઘડવામાં આવી હતી અને તેમાં ઈરાન સામે અણુપ્રયોગ પ્રતિબંધક જાગવાઈઓ મુકવામાં આવી હતી. રાષ્ટ્રસંઘની સલામતિ સમિતિએ ર૦ જુલાઈ ર૦૧પ ના રોજ બે હજાર ર૩૧ મો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો અને તે દ્વારા ઈરાન સામેના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા. ર૦૦૬માં લાગુ કરાયેલા આ પ્રતિબંધો આમ ર૦૧પમાં દુર કરાયા હતા. તેની સામે ઈરાને ખાતરી આપી હતી કે તે અણુ પ્રયોગોથી દુર રહેશે અને અણુ સામગ્રી શુÂધ્ધકરણ કાર્યક્રમ રદ કરશે. આ ઉપરાંત અણુ બિન પ્રસાર સંધિની જાગવાઈઓનો કડક અમલ કરશે.

જા કે રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિને અપાયેલી આ બાંહેધરીનો ભંગ થતો હોવાના આરોપ ઘણા સમયથી ઈરાન સામે હતા. તેના કારણે જ અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખે ઈરાનને ધમકી આપી હતી. જા કે ઈરાને આ ધમકીનો વળતો પ્રહાર કરીને અમેરીકા આ ખરડામાંથી નીકળી જાય તો ફરીથી અણુ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ બાબત આખરે ચાર દિવસ અગાઉ સાચી પડી છે.

શ્રી ટ્રમ્પે કરેલી જાહેરાતના પગલે અમેરીકાએ એકપક્ષી રીતે અણુ કરારમાંથી બહાર નીકળીને ઈરાન પર પ્રતિબંધો લાગુ કર્યા છે. જા કે રાષ્ટ્રસંઘ સલામતી સમિતિએ આ પ્રતિબંધો મંજુર કર્યા નથી. એટલે બીજા દેશોને આ પ્રતિબંધો લાગુ પડતા નથી. આમ છતાં અમેરીકાના કાયદા અનુસાર સરકારે મુકેલા પ્રતિબંધોના કારણે તે દેશમાં કામ કરતી કંપનીઓને અસર પડશે. પરીણામે ભારતીય કંપનીઓ જે ઈરાનમાં કાર્ય કરતી હોય તેને અમેરીકામાં પ્રતિબંધિત કરે અને તો તે દ્રષ્ટીએ ભારતીય કંપનીઓને પણ અસર થઈ શકે છે.

ફ્રાન્સ અને જર્મનીના નેતૃત્વ હેઠળ યુરોપીય સંઘે સુરક્ષાત્મક વલણ અપનાવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન અને જર્મીનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ આ સંદર્ભમાં અમેરીકાની મુલાકાતે જઈ આવ્યા. વોશિગ્ટનમાં યોજાયેલી બેઠકમાં છેલ્લી ઘડીના પ્રયત્નો કરવામાં આવ્યા અને અણુ કરારમાં અમેરીકા સંકળાઈ રહે તે માટે પુરતા પ્રયત્નો કર્યા.

ઈરાનમાં અમેરીકાના આ પ્રકારના વલણના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મુદૃ દેખાવો અને વિરોધ પ્રદર્શન પણ થયા હતા. આની સીધી અસર મધ્યપુર્વના દેશોમાં જાવા મળી શકે છે. મધ્યપુર્વમાં ઘણા સમયથી તંગદીલી પ્રવર્તી રહી છે ત્યારે આ પ્રશ્ને સર્વસંમતિ રહે તો વૈશ્વિક અર્થતંત્રને પણ લાંબા સમય સુધી ટેકો રહે તેમ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલનાભાવ એક પીપના ૭ર ડોલર ચાલી રહયાં છે. હવે આ સંજાગોમાં ખનીજ તેલના ભાવ હજી આગળ વધી શકે છે.

અમેરીકાના ઈરાન પરના પ્રતિબંધોની ભારતને સીધી અસર થાય તેમ છે. વિશ્વમાં હાલના તબકકે સૌથી વધુ ઝડપે આગળ વધી રહેલા અર્થતંત્રમાં ભારત એકદમ આગળ છે ત્યારે આ ગતિને અસર થાય તો ગંભીર બાબત બની શકે. ભારતની ઈરાનમાંથી બે કરોડ સીત્તેર લાખ ટન ખનીજ તેલની આયાત છે અને તે અર્થતંત્રની ગતિશીલતા સાથે સંકળાયેલી બાબત છે. પ્રતિબંધોથી આ જરૂરમાં સીધી ઘટ ઉભી થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત પ્રતિબંધોની બીજી અસર મુડીરોકાણ પર થાય તેમ છે. ઈરાનના ફરઝાદ બી ગેસક્ષેત્રમાં ભારતે મુડીરોકાણ કરેલુ છે. પર્યાવરણલક્ષી ઉર્જાન ઉપયોગ વધારવાના ભારતના પ્રયત્નોમાં કુદરતી વાયુ મહત્વનો છે. ર૦૧પના આબોહવા પરિવર્તન અંગેના પેરીસ કરારના અમલીકરણ માટેઆ મહત્વપુર્ણ બાબત છે. ર૦૩૦ ના ટકાઉ વિકાસને ધ્યાનમાં લેતા તે બાબતને પણ અસર થાય તેમ છે. આ ઉપરાંત ઈરાનના ચાબહાર બંદર પ્રોજેકટમાં ભારતે મોટા પાયે મુડીરોકાણ કરેલુ છે. ચાબહાર – ઝાહેદાન રેલવે દ્વારા અફઘાનીસ્તાન અને મધ્ય એશિયાને સાંકળી લેતો પ્રોજેકટ ભારત, ઈરાન અને રશિયાને યુરોપ સાથે જાડે છે અને તેમાં રાતો સમુદ્ર બાજુમાં રહી જાય છે. આમ જમીન સાથે સંકળાયેલા અને સમુદ્રકાંઠો ન ધરાવતા મધ્ય એશિયાના દેશો તથા અફઘાનિસ્તાને હિન્દ મહાસાગર સાથે જાડવામાં આવ્યા છે.

આમ અમેરીકાએ મુકેલા પ્રતિબંધોથી થનારી અસરો અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે વિચારવાની જરૂર છે. યુરોપના

આભાર – નિહારીકા રવિયા  દેશો ઈરાન સાથે સંબંધ ચાલુ રાખવા ઈચ્છે છે. અમેરીકાની કેટલીક કંપનીઓ પણ ઈરાન સાથે વેપાર ચાલુ રહે તેવુ ઈચ્છે છે. અમેરીકાએ લીધેલા એકપક્ષી નિર્ણયની વાસ્તવિક અસરો ઉત્તર કોરિયા સાથેની મંત્રણા ઉપર પણ પડી શકે છે.

અખાતના દેશોમાં કામ કરતા અંદાજે ૮૦ લાખ ભારતીયોને પણ તેની અસર થશે. તેઓ વાર્ષિક ચાલીસ અબજડોલરનું હુંડીયામણ પુરૂ પાડે છે. જે અર્થતંત્રમાં મોટો ટેકો ગણાય, આ ઉપરાંત પ્રતિબંધોથી પ્રાદેશિક Âસ્થરતા અને સલામતિને પણ અસર થઈ શકે છે.