આઈપીએલ ક્રિકેટમાં કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે કોલકત્તા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું.

આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે કોલકત્તા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને ૬ વિકેટે હાર આપી. ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં કોલકત્તાએ પહેલા બોલિંગ કરતા રાજસ્થાનનો ૧૯ ઓવરમાં ફકત ૧૪ર રનમાં જ દાવ પતાવી દીધો હતો. કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ કોલત્તા નાઈટ રાઈડર્સે બે ઓવર બાકી રહેતા રાજસ્થાન પર જીતનો દાવો કર્યો હતો. ક્રિસ લેને પીસ્તાલીસ અને કપ્તાન દિનેશ કાર્તીકે એકતાલીસ રન બનાવ્યા હતા.  કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આજે મુંબઈ ઈÂન્ડયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રાત્રે આઠ વાગે મુકાબલો થશે. પંજાબ પોઈન્ટ ટેબલમાં પાંચમા અને મુંબઈ છઠૃ ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી છેલ્લા ક્રમે છે.