એન કોરિયાએ યુ.એસ. નાયકની માંગણીઓ પર ટ્રમ્પ સમિટ રદ કરવાની ધમકી આપી

ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે, પરમાણુ નિશીકરણના મુદ્દે અમેરિકા તેની સામે બિન જરૂરી દબાણ વધારશે, તો આવતા મહિને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જાંગ ઊન વચ્ચે યોજાનારી બેઠક તે રદ કરશે.

કોરિયા સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, પરમાણુ કાર્યક્રમ એકપક્ષીય રીતે પડતો મૂકવાના બદલામાં ઉત્તર કોરિયા અમેરિકા પાસેથી આર્થિક સહાયનો ક્યારેય સ્વીકાર કરશે નહીં.

આગામી ૧૨મી જૂને ઉત્તર કોરિયા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે સિંગાપુરમાં યોજાનારી બેઠકમાં બંને પક્ષોએ ઉત્તર અને દક્ષિણ કોરિયાના સરહદી વિસ્તારોમાં સેના વચ્ચેનો તનાવ ઘટાડવા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંંબંધો વધારવા અંગે ચર્ચા વિચારણા કરવાના છે.