પશ્ચિમ બંગાળના ૨૦ જિલ્લામાં ૫૬૮ પંચાયતો માટે પુનઃ મતદાન ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં  વીસ જીલ્લાના પ૬૮ મતદાન કેન્દ્રો પર આજે પુનઃ મતદાન ચાલી રહ્યું છે. રાજય ચુંટણી પંચે સોમવારે યોજાયેલા મતદાન દરમ્યાન હિંસાની ફરીયાદો મળતાં પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. હિંસામાં ઓછામાં ઓછા બાર લોકોનાં મોત થયાં હતા તો ૪૩ લોકો ઘાયલ થયા છે. જે મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાન થશે તેમાં મુર્શિદાબાદના ૬૩, ફુરાબિહારના બાવન, પશ્ચિમી મેદિનીપુરના ર૮, હુગ્લીના ૧૦ કેન્દ્રોનો સમાવેશ થાય છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. ચુંટણી પંચે રાજય સરકાર અને પોલીસ વિભાગને ચુંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સલામતી વ્યવસ્થા સુદૃઢ બનાવવા કહયું છે. આવતીકાલે મતગણતરી યોજાશે.

દરમિયાન સીપીઆઈ(એમ) અને લોકતાંત્રિક સમાજવાદી પક્ષે કલકતાની વડી અદાલતમાં અરજી દાખલ કરી છે. જેમાં મોટાભાગની બેઠકો પર ફરી મતદાનની માંગણી કરવામાં આવી છે. અદાલતે અરજદારોને અલગથી અરજી દાખલ કરવા કહ્યું હતું.