કર્ણાટક વીધાનસભાની ચુંટણીના પરીણામોમાં કોઈપણ પક્ષને બહુમતીના અભાવે રાજકીય ગતિવિધિ તેજ બની. આજે ભાજપ અને કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્યો નવા નેતાની ચુંટણી કરશે.

કર્ણાટક વિધાનસભાની ચુંટણીના પરીણામોમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં વિધાનસભા પક્ષના નેતાની ચુંટણી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ રી જે.પી.નડૃ અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય નીરીક્ષક તરીકે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસના નેતાઓ આજે જનતાદળ સેકયુલરના નેતા શ્રી એચ.ડી.દેવેગોવડાને મળીને જાડાણ કરવા વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જાહેર થયેલા બસ્સો બાવીસ બેઠકોના પરીણામોમાં ભાજપને ૧૦૪ બેઠક મળી છે અને તે દ્વારા સૌથી મોટો પક્ષ બન્યો છે. જા કે તેને સાદી બહુમતી મળી નથી. કોંગ્રેસને ૭૮ બેઠક મળી છે અને જનતા દળ સેકયુલરને ૩૮ બેઠકો મળી છે. બંન્નેએ જાડાણ કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે ભાજપ અને જનતાદળ સેકયુલરના નેતાઓ રાજયપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભાજપના નેતા શ્રી યેદયુરપ્પા અને શ્રી અનંત કુમાર પણ રાજયપાલને મળ્યા હતા અને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો હતો. બાદમાં શ્રી યેદીયુરપ્પાએ જણાવ્યું કે ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાની તક મળવી જાઈએ. મુખ્યમંત્રી શ્રી સિધ્ધ રમૈયાહ, શ્રી ગુલામનબી આઝાદ અને જનતાદળ સેકયુલરના નેતા શ્રી એચ.ડી.કુમારસ્વામી પણ રાજયપાલને મળ્યા હતા અને બહુમતી હોવાનો દાવો કર્યો હતો. રાજયપાલે ચુંટણી પંચ દ્વારા સત્તાવાર પરીણામ મળે ત્યાં સુધી થોભી જવા બન્ને પક્ષને જણાવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં અદ્વિતીય સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે સાંજે પક્ષના મુખ્ય મથકે કાર્યકરોને સંબોધતા તેમણે કહયું કે વિરોધપક્ષે લોકોને છેતરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ લોકોએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહયું કે ભાજપ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધતાનું ગર્વ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચુંટણીમાં મત આપવા બદલ લોકોનો આભાર માન્યો છે.