દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુકત લશ્કરી કવાયતનો વાંધો લઈ ઉત્તર કોરિયાએ આજની ઉચ્ચ કક્ષાની બેઠક મુલતવી રાખી.

દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુકત સૈન્ય અભ્યાસના કારણે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરીયા સાથે આજે થનારી ઉચ્ચસ્તરીય મંત્રણાઓ રદ કરી છે. અમેરીકા અને દક્ષિણ કોરિયાએ ૧૦૦ જેટલા યુધ્ધ વિમાનો સાથે શુક્રવારે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો હતો. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી કે.સી.એન.એ. ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે આને ઉશ્કેરણી જનક અભ્યાસ કહી શકાય. દક્ષિણ કોરિયા સાથે મંત્રણા માટે આ સપ્તાહની શરૂઆતમાં સહમતિ સઘાઈ હતી. આ મંત્રણાઓ બંને દેશો વચ્ચેના અસૈન્ય ક્ષેત્રમાં સેનાનાએક પરિસરમાં પનમુનજામમાં થવાની હતી. ઉત્તર કોરિયાએ પોતાના વડા કિમ જાંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી બહુપ્રતિક્ષિત શિખર બેઠકને પણ રદ કરવાની ચેતવણી આપી છે. એક અમેરીકન પ્રવકતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયાની સાથે સૈન્ય અભ્યાસમાં ઉશ્કેરણી જનક કઈ નથી અને અમેરીકા શ્રી ટ્રમ્પ અને શ્રી કિમ વચ્ચે યોજાનારી શિખર બેઠકની તેયારીઓ કરી રહયું છે.