બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝીયાના જામીન મંજૂર કર્યા.

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ભ્રષ્ટાચાર કેસના આરોપી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ખાલેદા ઝીયાના જામીન મંજૂર કર્યા છે અને વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો છે.

બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીના ૭૨ વર્ષના વડા ખાલીદા ઝીયાને ૨૧૦ લાખ ટાકા એટલે કે, અઢી લાખ ડોલરના ભ્રષ્ટાચાર કેસમાં આઠમી ફેબ્રુઆરીએ પાંચ વર્ષની જેલ થઈ હતી. ઝીયા અનાથ ટ્રસ્ટને વિદેશી દાનના દુરૂપયોગનો તેમની પર આરોપ છે. અદાલતે તેમને ૧૨મી માર્ચે જામીન આપ્યા હતા. જાકે સરકારે અને ભ્રષ્ટાચાર વિરોધી પંચે ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.