વારાણસીમાં બંધાઈ રહેલા પુલનું બાંધકામ તુટી પડતાં ૧૮ જણાના મોત. ચી. પ્રોજેકટ મેનેજર સહિત ચાર જણાને સસ્પેન્ડ કરાયા.

ઉત્તર પ્રદેશમાં ગઇકાલે સાંજે વારાણસીમાં રેલવે સ્ટેશન નજીક નિર્માણાધીન પુલના બે બીમ ઢળી પડતા ૧૮ લોકોના મોત થયા હતા. મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સહિતના ઉત્તર પ્રદેશ મહાનગરપાલિકાના ચાર અધિકારીઓને આ મામલે બરતરફ કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે આ દુર્ઘટનામાં તપાસ કરવા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાના આદેશ આપ્યા છે. પુલ કોર્પોરેશનના અધ્યક્ષ વાય.કે.ગુપ્તા આ સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.

તેનો અહેવાલ ૧૫ દિવસમાં આપવાનો રહેશે. દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય જારમાં ચાલી રહ્યું છે. સાત રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સમિતિના ૩૨૫ સભ્યો કામે લાગ્યા છે. ધસી પડેલા બીમને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણના ભારે ક્રેન દ્વારા હટાવવામાં આવ્યા છે. બીમની નીચેના વાહનો પણ દૂર કરાયા છે.