સરકારે પવિત્ર રમઝાન મહિના દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી ન કરવાની સૂચના સલામતી દળોને આપી છે.

સરકારે પવિત્ર રમઝાન મહિના દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી કરવાની સૂચના સલામતી દળોને આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે, નિર્ણયના પગલે શાંતિપ્રિય મુÂસ્લમ બિરાદરો શાંતિપૂર્ણ વાતાવરણમાં રમઝાન ઉજવી શકશે.

ગૃહમંત્રીએ કેન્દ્ર સરકારના નિર્ણયની જાણ કાશ્મીરના મુખ્યમંત્રીને કરી છે. જાકે નિર્દોષ માનવીના રક્ષણ માટે અથવા હુમલો થાય તો તેનો પ્રતિકાર કરવાનો અધિકાર સલામતી દળો જાળવી રાખશે.

સરકાર કોઈપણ મુશ્કેલી વિના મુÂસ્લમો શાંતિપૂર્ણ રીતે રમઝાન ઉજવી શકે તે માટે કરાયેલી પહેલમાં દરેકનો સહકાર ઇચ્છે છે. શ્રી રાજનાથસિંહે એમ પણ કહ્યું છે કે, કારણ વગર હિંસા અને આતંકવાદ ફેલાવનાર અને આમ કરીને ઇસ્લામના ગૌરવને આઘાત પહોંચાડનાર તત્વોને અળગા પાડવાની જરૂર છે.