સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં જ્વેલર્સ મેહૂલ ચોક્સી, અને તેની કંપનીઓ સહિત ૧૭ લોકો સામે આજે આરોપનામું દાખલ કર્યું છે.

સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્ક સાથે બે અબજ અમેરિકી ડોલરથી વધુ રકમના કૌભાંડ કેસમાં જ્વેલર્સ મેહૂલ ચોક્સી, અને તેની કંપનીઓ સહિત અન્ય ૧૭ લોકો સામે આજે આરોપનામું દાખલ કર્યું છે.

સીબીઆઈએ મુંબઈમાં ખાસ સીબીઆઈ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું છે.

સીબીઆઈએ તેના આરોપનામામાં ભ્રષ્ટાચાર વિરોધી ધારાની જાગવાઈ હેઠળ સંબંધિતો સામે ગુનાઇત કાવતરૂ ઘડવાના અને છેતરપિંડીના આરોપો મૂકયા છે. સીબીઆઈએ જણાવ્યું છે કે, ગત ૧૪મી મે ના રોજ નીવર મોદી સામે રજૂ કરાયેલ ચાર્જશીટથી ચાર્જશીટ અલગ છે.