આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે બેંગલુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે

આઈપીએેલ ક્રિકેટ મેચમાં આજે સાંજે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. મુંબઈમાં ગઈરાત્રે રમાયેલી આઈપીએલ મેચમાં મુંબઈ ઈÂન્ડયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને ત્રણ રને હરાવ્યું છે. રસાકસીભરી મેચમાં ગઈકાલે છેલ્લી ઓવર સુધી મેચનું રહસ્ય રહ્યું હતું. મુંબઈ ઈÂન્ડયન્સે આઠ વિકેટે ૧૮૬ રન કર્યા હતા, તો લોકેશ રાહુલે ૬૦ બોલમાં ૯૪ રન કર્યા હતા. જસપ્રિત બુમરાહે ૧૫ રન આપીને ચાર ઓવરમાં ત્રણ વિકેટ મેળવી હતી, તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે. આ મેચ બાદ હવે મુંબઈ ઈÂન્ડયન્સ ૧૨ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તેનાથી આગળ છે. પંજાબ ઈલેવન હવે છઠ્ઠા ક્રમે રહી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ પાંચમા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાતમાં ક્રમે અને દિલ્હી ડેરડેવિલ્સ આઠમા ક્રમે છે.